ગાંધીનગર-
ગુજરાત કોંગ્રેસનાં પીઢ નેતા તથા પૂર્વ નાણાપ્રધાન અરવિંદભાઈ સંઘવીનું આજે 82 વર્ષની વયે અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અવસાન થયુ હતું. કોંગ્રસ શાસનમાં નાણા, શિક્ષણ અને કાયદા જેવા મંત્રાલયોનો પદભાર સંભાળનારા અરવિંદ સંઘવીએ હાઉસીંગ બોર્ડનાં ચેરમેન તરીકે પણ કાર્ય કર્યુ હતું. કોંગ્રેસ સંગઠનમાં પણ મહત્વના હોદા સંભાળ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા કોંગી નેતાઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ શોક દર્શાવીને શ્રધ્ધાંજલી પાઠવી હતી.