પૂર્વ ક્રિકેટ દિગ્ગજ કપિલ દેવએ ISSO સ્વિમિંગ રિજનલનું ઉદઘાટન કર્યું ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ ભાગ લીધો

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રિજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા, તા.1 અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રિજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી છે, જ્યાં વિશ્વકપ વિજેતા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યા હતા અને ઈવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાતનું પહેલું એવું સંસ્થાન બન્યું, જેણે ISSO રિજનલ ઈવેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાતની સાત ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાંથી U9 અને U11 કેટેગરીના 115 યુવા તરવૈયાઓએ તેમાં ભાગ લીધો હતો. તાજેરમાં આયોજિત ISSO રિજનલ ઈવેન્ટમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે કુલ 106 મેડલ જીત્યા હતા, જેમાં 19 ગોલ્ડ (વ્યક્તિગત), 36 ગોલ્ડ (રિલે), 22 સિલ્વર (વ્યક્તિગત), 8 સિલ્વર (રિલે), અને 21 બ્રોન્ઝ (વ્યક્તિગત) મેડલનો સમાવેશ થાય છે. કુલ 284 પોઈન્ટ સાથે ઓવરઓલ ચેમ્પિયન બની હતી. આ પ્રસંગે કપિલ દેવએ કહ્યું હતું કે, ISSO સ્વિમિંગ રિજનલ ચેમ્પિયનશિપના ઉદઘાટનથી જાણવા મળ્યું કે અહીંની રમતગમતની સુવિધાઓ અદ્ભુત છે. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના હેડ સર્જિયો પાવેલએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ISSO રિજનલ ઈવેન્ટ યોજીને અમે રમતગમત વિકાસ માટેના દૃષ્ટિકોણને વધુ મજબૂત બનાવ્યો છે. અમે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રમતગમતના અનુભવ પૂરો પાડવાની પ્રતિબદ્ધતા રાખીએ છીએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution