અમદાવાદ-
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાને કોરોનાનું સંક્રમણ થયું હોવાના સમાચાર મળ્યા છે. આ નેતાને કોરોના સંક્રમણ થયા બાદ સારવાર માટે યુ,એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. મોઢવાડિયાએ પોતાનો કોરોના આરટીપીસીઆર રીપોર્ટ પોઝિટિવ આવતાં પોતાના સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા અપીલ કરી હતી.