ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના હસ્તે ભારતીય હોકી ટીમ કોણાર્ક ચક્રથી સન્માનિત કરાઇ


ઓડિશા:ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય પુરૂષ હોકી ટીમે ગુરૂવારે નવીન નિવાસ ખાતે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. પટનાયકે ખેલાડીઓને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ દેશના ગૌરવ માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત આગામી ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીતશે. પૂર્વ મુખ્યમંત્રીએ ખેલાડીઓને ‘કોણાર્ક ચક્ર’થી સન્માનિત કર્યા હતા. એવા સમયે જ્યારે હોકીમાં પ્રાયોજકોની અછત હતી, નવીન પટનાયકે એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો, જેના હેઠળ ઓડિશાએ ભારતીય હોકી ટીમને સ્પોન્સર કરી. આ સપોર્ટે ટીમને ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખેલાડીઓએ પટનાયક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને ભારતીય હોકીની પ્રતિષ્ઠાને પુનઃજીવિત કરવાનો શ્રેય ઓડિશાના લોકોના સમર્થનને આપ્યો. , જેણે આ મહિનાની શરૂઆતમાં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સમાં સતત બીજાે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, પટનાયકે ખેલાડીઓને સંબોધતા કહ્યું, ‘હું તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે આગલી વખતે તમે સુવર્ણ ચંદ્રક જીતશો નવીને ખેલાડીઓને કોણાર્ક ચક્ર દર્શાવતી શાલ અને ચાંદીની કોતરણી આપી. ટીમના સભ્યોએ તેમને તેમની સહીઓ સાથે જર્સી આપી. જ્યારે રમતની સૌથી વધુ જરૂર હોય ત્યારે હોકીને ટેકો આપવા બદલ ખેલાડીઓએ ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે જ્યારે હોકી માટે કોઈ સ્પોન્સર નહોતું ત્યારે ઓડિશાએ આગળ આવીને હોકી માટે આટલી મોટી સ્પોન્સરશિપ આપી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution