મુંબઈ-
ટિકટોક સ્ટાર પૂજા ચવાણના અપમૃત્યુ કેસમાં મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડનું નામ આવ્યું છે. આવી તકની રાહ જોઈને બેઠેલા ભાજપે રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી હતી કે, તેમના મંત્રી પાસેથી રાજીનામું માંગી લેવાય. આ બાબતે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, સંજય રાઠોડને રાજીનામું આપવા જણાવી દેવાયું છે અને તેઓ કોઈપણ સમયે રાજીનામું આપી દેશે.
તેમણે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે રાજ્યની દરેક ગતિવિધિ પર નજર રાખતા જ હોય છે અને આ ઘટના તેમાંથી બાકાત નહોતી. તેમણે આ બાબતે કદમ ઉઠાવી લીધા છે અને હવે રાઠોડ પોતાના વનમંત્રી તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપશે.