દિલ્હી-
ભારતના વિદેશી મુદ્રા ભંડાર ફરી એકવાર નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. રિઝર્વ બેંકના નવીનતમ માહિતી અનુસાર, વિદેશી વિનિમય ભંડાર 4.77 અબજ ડોલરના વધારા સાથે 3 513.25 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન સોનાનો ભંડાર 49.5 મિલિયન ડોલર વધીને 34.02 અબજ ડોલર થયો છે. આ આંકડા 3 જુલાઈના રોજ પૂરા થતાં સપ્તાહના છે. આ અગાઉ 26 જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, દેશના વિદેશી વિનિમય ભંડારમાં 1.27 અબજ ડોલરનો વધારો થયો છે અને તે 506.84 અબજ ડોલર પર પહોંચી ગયો છે.