કંપનીના સર્વાંગી વિકાસ માટે એન્વાર્યમેન્ટ, હેલ્થ, સેફ્ટી પર ધ્યાન આપવું જરૂરી


વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી હોટલ ખાતે સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશ્નલ્સ દ્વારા ક્રાઉન એચઆર સર્વિસિસ, દિપક નાઇટ્રેટ, સુદ કેમી, વાસુ હેલ્થકેર, કેડેક કેમિકલ, પલ્વી ઇન્ડસ્ટ્રી, સ્ટાન્ડર્ડ સિક્યુરિટી અને હનુરામ ફૂડ્‌સના સહિયોગથી દ્રિતીય એચઆર એન્વાર્યમેન્ટ, હેલ્થ, સેફ્ટી વિષયે કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. જેમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા વડોદરાના સાંસદ અને એચઆર પ્રોફેશનલ્સ એવા હેમાંગ જાેશીનું સન્માન કરાયું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત નિષ્ણાંતોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, દરેક કંપનીના એચઆર અને ઇએચએસ ડિરેક્ટરની જવાબદારી છે કે તેઓએ કંપનીમાં એન્વાર્યમેન્ટ, હેલ્થ અને સેફ્ટી જેવા મુખ્ય વિષય પર ધ્યાન આપવું જાેઇએ. આમ કરવાથી જ કંપનીઓ સર્વાંગીક વિકાસ શક્ય બનશે. જે માટે સમયાંતરે કંપનીમાં પર્યાવરણ સબંધીત જાગૃતિ આવે તેવા કાર્યક્રમો અને સ્પર્ધા સાથે એક્સપર્ટ ટોકનું આયોજન કરવું જાેઇએ. ઉપરાંત કર્મચારીઓની હેલ્થ સારી છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે સમયાંતરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવું જાેઇએ. આ સાથે મહત્વની વાત છે કે, કંપનીમાં સેફ્ટીના દરેક સાધન કાર્યરત હોવા જાેઇએ અને કર્મચારીઓ તેને ચલાવી શકે તેની તાલીમ પણ આપવી જાેઇએ. આમ કરવાથી કંપનીના દરેક કર્મચારીનું કંપનીના ગ્રોથમાં પૂરેપૂરુ યોગદાન રહેશે તે કંપની અને કર્મચારી બંને માટે સારી વાત કહેવાશે.કોન્ફરન્સમાં ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર અતુલ શ્રોફ, મુનિ સેવા આશ્રામના ચેરપર્સન ડો. વિક્રમ, રુબામીનના સિનિયર કન્સલ્ટન્ટ મિહિર પટેલ, નવીન ફ્લોરાઈનના સિનિયર ડિરેક્ટર, ઇએચએસ ડો. ધર્મેન્દ્ર મેહરા, ગુજરાત ફ્લોરોકેમના એવીપી, ઇએચએસ ડો. સંજય ગાંધી, જીએસપી ક્રોપના સીટીઓ ડો. હરેશ ચતુર્વેદી, ઓપલના એચઆર હેડ અમિત કૌલ, એચઆર અને મેનેજમેન્ટ એડવાઈઝર રાકેશ છાબરા અને ઝાયલમ વોટર સોલુશન્સના એચઆર ડિરેક્ટર રીટા નાયરે એચઆર, એન્વાર્યમેન્ટ, હેલ્થ અને સેફ્ટીના વિવિધ વિષય ઉપર ૪૦૦ થી વધારે એચઆર અને ઇએચએસના પ્રાફેશનલ્સ, કન્સલ્ટન્ટ્‌સ અને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી તેમ એસએચઆરપીના કમિટી મેમ્બર્સ સીમા નકુમ અને મયુર ડોડે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution