પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી આ યુવાનો મધદરિયે રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરે છે

પોરબંદર-

26 જાન્યુઆરી 1950 ભારતનાં ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભારતનાં અનેક નાગરિકો દ્વારા સરકારી કચેરીઓમાં અને જાહેર વસાહતોમાં ધ્વજવંદન કરાતું હોય છે. પરંતુ પોરબંદરમાં છેલ્લા 23 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા મધદરિયામાં ધ્વજ વંદન કરવામાં આવે છે. જે પરંપરા જાળવતા આજે પણ આ ક્લબનાં યુવાનો દ્વારા મધદરિયામાં ધ્વજવંદન કરાયું હતું.

પોરબંદર ચોપાટી પાસે મધદરિયામાં ગણતંત્ર દિવસ નિમિત્તે શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ ક્લબના યુવાનો દ્વારા ઉત્સાહથી આ કાર્ય કરવામાં આવે છે. આ ધ્વજ વંદન કરવા અનેક લોકો ઉમટી પડે છે. ત્યારે ચોપાટી ખાતે વોકિંગ કરવા આવતા લોકોએ પણ આજે ધ્વજવંદન કર્યું હતું અને રાષ્ટ્રગાન કરીને ભારત માતાનો જયજયકાર કર્યો હતો. અહીં આવતા બાળકો સામાન્ય રીતે સ્કૂલમાં ધ્વજ વંદન કરતા હોય છે. તેઓ પ્રથમવાર આ પ્રકારનું ધ્વજ વંદન નિહાળીને આશ્ચર્યચકિત થયા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં દરિયામાં ધવજ વંદન કરીને અનોખો દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution