કેન્દ્ર સરકારે પહેલી વાર ઝ્રછછ અંતર્ગત ૧૪ લોકોને નાગરિકતા સર્ટિફિકેટ આપ્યા

કેન્દ્ર સરકારે પહેલી વાર ઝ્રછછ અંતર્ગત ૧૪ લોકોને નાગરિકતા સર્ટિફિકેટ આપ્યા

નવી દિલ્હી:કેન્દ્ર સરકારે સીએએ લાગૂ કર્યા બાદ પહેલા ૧૪ લોકોને તેનો લાભ આપી દીધો છે. ગૃહમંત્રાલયે તેની પુષ્ટિ કરી છે. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે એવા ૧૪ લોકોને નાગરિકતા પ્રમાણ પત્ર સોંપી દીધા છે, જે વર્ષોથી ભારતની નાગરિકતા મેળવવા માટે મથામણ કરતા હતા.નાગરિકતા સંશોધન નિયમ, ૨૦૨૪ની અધિસૂચના જાહેર થયા બાદ પહેલી વાર નાગરિકતા પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં અમુક અરજીકર્તાઓને નાગરિકતા પ્રમાણપત્રો સોંપી દીધા છે. આ અવસર પર ગૃહ સચિવે અરજીકર્તાઓને શુભકામના આપતા નાગરિકતા સંશોધન નિયમ, ૨૦૨૪ના મુખ્ય પોઈન્ટ પર પ્રકાશ પાડ્યો હતો. ભારત સરકારે ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ નાગરિકતા સંશોધન નિયમ ૨૦૨૪ની નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નિયમોમાં અરજી કરવાની રીત, જિલ્લા સ્તરીય સમિતિ તરફથી અરજીને આગળ વધારવાની પ્રક્રિયા અને રાજ્ય સ્તરીય અધિકાર પ્રાપ્ત સમિતિ તરફથી અરજીની તપાસ અને નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિયમ લાગૂ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયથી સંબંધિત વ્યક્તિઓની અરજીઓ મળી છે,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution