૨૧૦ વર્ષમાં પહેલીવાર દેવપોઢી-દેવઊઠી અગિયારસે ભગવાન નગરચર્યાએ ન નીકળ્યા : મંદિર પરિસરમાં જ વરઘોડો નીકળ્યો

શહેરના માંડવી સ્થિત પૌરાણિક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દેવઊઠી અગિયારસે ૨૧૦ વર્ષથી પરંપરાગત રીતે માર્ગો ઉપર નીકળતો હોય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે બીજી વખત મંદિરના પ્રાંગણમાં જ જૂજ ભક્તોની ઉપસ્થિતિમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જ્યારે સાંજે તુલસીજી સાથે શાસ્ત્રોક્તવિધિથી ભગવાનના વિવાહ સંપન્ન થયા હતા. કોરોના મહામારીને કારણે અત્યંત સાદગીપૂર્વક ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો સંપન્ન થયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution