દિલ્હી,
ગ્રાહકોને સરળતાથી વ્હીકલ લોન મળી શકે તેના માટે મારૂતિ સુઝુકીએ એક્સેસ બેંક સાથે હાથ મિલાવ્યો છે. આ પાર્ટનરશિપ હેઠળ એક્સિસ બેંક વ્હીકલ લોન માટે ગ્રાહકોને ઘણાં ઓપ્શન ઉપલબ્ધ કરાવશે. નોકરીયાત ગ્રાહકોને 8 વર્ષની અવધિ માટે લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તે સરળતાથી હપ્તા ભરી શકે. આ સિવાય બેંક કારની ઓન રોડ પ્રાઈસની લોન આપશે. જેથી ગ્રાહકો ઝીરો પેમેન્ટ પર કાર ખરીદી શકશે.
આ સિવાય કંપની દ્વારા મંથલી હપ્તો એટલે કે ઈએમઆઈથી જોડાયેલી બે સ્કીમ્સ પણ લોન્ચ કરવામાં આવી છે. જેમાં પ્રતિ લાખ પર 1250 રૂપિયા શરૂઆતી ઈએમઆઈ ચૂકવવી પડશે. એક્સિસ બેંક અને મારૂતિ સુઝુકીની પાર્ટનરશિપ હેઠળ બલૂન ઈએમઆઈ સ્કીમ પણ મળી રહી છે. જેમાં છેલ્લું ઈએમઆઈ લોન અમાઉન્ટ 25 ટકા હશે. સાથે જ એક ઓછી ઈએમઆઈ સ્કીમ પણ ઉપલબ્ધ છે. જેમાં પ્રતિ લાખ લોન પર શરૂઆતના ત્રણ મહિના 899 રૂપિયા ઈએમઆઈ આપવી પડશે. મારૂતિની આ સ્કીમ 31 જુલાઈ સુધી છે.
એક્સિસ બેંક પહેલાં મારુતિ સુઝુકીએ એચડીએફસી બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેંક અને ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સ કંપની લિમિટેડ (સીઆઈએફસીએલ) સાથે પાર્ટનરશિપ કરીને ગ્રાહકો માટે ઘણી ફાઇનાન્સ સ્કીમ્સપણ રજૂ કરી છે. જેમાં અત્યારે કાર ખરીદોઅને બે મહિના પછી EMI શરૂ કરવી, ઓછી EMI, લોંગ-ટર્મ લોન અને અન્ય ઘણાં ફાઈનાન્સ ઓપ્શન સામેલ છે.