જુલાઈમાં ફુગાવાથી જનતાને મોટી રાહત મળતી દેખાઈ રહી છે. છૂટક કે રિટેલ ફુગાવાનો દર જુલાઈમાં ૫ વર્ષના નીચા સ્તરે આવી ગયો છે અને ૩.૫૪ ટકા રહ્યો છે. આ ઓગસ્ટ ૨૦૧૯ પછી સૌથી નીચું સ્તર છે. ઓગસ્ટ ૨૦૧૯માં રિટેલ ફુગાવાનો દર ૩.૨૮ ટકા પર હતો. સોમવારે રિટેલ ફુગાવાનો દર (ઝ્રઁૈં ઇન્ફ્લેશન) અને ઔદ્યોગિક ઉત્પાદન (ૈંૈંઁ)નો આંકડો આવી ગયો છે. તેમાં જૂન ૨૦૨૪માં ૈંૈંઁ ૪.૨ ટકા પર રહ્યો છે.
છૂટક ફુગાવાના દરમાં ઘટાડાનું મોટું કારણ ખાદ્ય ફુગાવાના દરમાં ઘટાડો છે. જુલાઈ ૨૦૨૪માં ખાદ્ય ફુગાવાનો દર ઘટીને ૫.૪૨ ટકા પર રહ્યો છે જે જૂન ૨૦૨૪માં ૯.૨૬ ટકા હતો. જુલાઈ ૨૦૨૩માં ખાદ્ય ફુગાવાનો દર ૭.૪ ટકા પર રહ્યો હતો. શાકભાજી અને કઠોળના ફુગાવાના દરમાં ઘટાડાને કારણે ખાદ્ય ફુગાવો ઘટ્યો છે.
આંકડાશાસ્ત્ર મંત્રાલયે છૂટક ફુગાવાના દરનો જે આંકડો જારી કર્યો છે તે મુજબ જુલાઈ ૨૦૨૪માં જૂન મહિનાની સરખામણીમાં શાકભાજી અને કઠોળના ફુગાવામાં ભારે ઘટાડો આવ્યો છે. જુલાઈમાં શાકભાજીનો ફુગાવાનો દર ઘટીને ૬.૮૩ ટકા રહ્યો છે જે જૂનમાં ૨૯.૩૨ ટકા હતો. કઠોળનો ફુગાવાનો દર જુલાઈમાં ૧૪.૭૭ ટકા રહ્યો છે જે જૂનમાં ૧૪.૭૭ ટકા હતો. અનાજ અને તેની સાથે સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર ૮.૧૪ ટકા રહ્યો છે જે જૂનમાં ૮.૭૫ ટકા હતો. ખાંડનો ફુગાવાનો દર ૫.૨૨ ટકા રહ્યો છે જે જૂનમાં ૫.૮૩ ટકા હતો. ઈંડાના ફુગાવાના દરમાં વધારો થયો છે અને તે ૬.૭૬ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૩.૯૯ ટકા હતો. દૂધ અને તેની સાથે સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર ૨.૯૯ ટકા રહ્યો છે.
છૂટક ફુગાવાનો દર ઘટીને ઇમ્ૈંના ટોલરન્સ બેન્ડ ૪ ટકાની નીચે પહોંચી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકે તેના પોલિસી રેટ્સમાં ફેરફાર કરવા માટે ૪ ટકા પર ફુગાવાના દરના આવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જુલાઈ મહિનામાં છૂટક ફુગાવાનો દર ઘટીને ૩.૫૪ ટકા પર આવી ગયો છે જે છેલ્લા ૫ વર્ષમાં સૌથી ઓછો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૪માં જ્યારે ભારતીય રિઝર્વ બેંક પોલિસી રેટ્સની સમીક્ષા કરશે ત્યારે મોંઘી ઈસ્ૈંથી રાહત મળી શકે છે. ૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ઇમ્ૈંએ પોલિસી રેટ્સની જાહેરાત કરતા રેપો રેટને ૬.૫ ટકા પર જાળવી રાખવાનો ર્નિણય કર્યો હતો.