કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતને પગલે શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયું

અમદાવાદ શહેરમાં આગામી ૩ અને ૪ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આજે સાંજે એટલે કે ૨ ઓક્ટોબર ૨૦૨૪ની સાંજે ૭ વાગ્યાથી ૫ ઓક્ટોબર ૨૦૨૪ના બપોરના ૨ વાગ્યા સુધી કોઈ પણ માનવ રહિત કેમેરા ડ્રોન ઉડાવી શકશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. એટલે કે ૨, ૩, ૪ અને ૫ ઓક્ટોબરના રોજ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે, ત્યારે આ સમગ્ર દિવસો દરમિયાન અમદાવાદ શહેરને નો ડ્રોન જાહેર કરવામાં આવ્યો છે. જેના માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે પરિપત્ર જાહેર કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી શહેરની મુલાકાતે આવવાના છે, ત્યારે શહેરમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદી અને અસામાજિક તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા એરોસ્પોર્ટમાં વપરાતો ઉપકરણોના ગેરલાભ લઈ કેન્દ્રીય ગૃહમંત્રીને નુકસાન પહોંચાડી શકે છે. તેને કારણે સમગ્ર શહેરને નો ડ્રોન જાહેર કરવામાં આવ્યું છે. જાે કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધીને તેમના ઉપર શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution