રક્ષાબંધનનો તહેવાર નજીક છે અને આ તહેવાર પર સૌ કોઈ સારા કપડાંમાં દેખાવાની ઈચ્છા રાખે છે. આ દિવસે શું પહેરવું તે બાબતે જો મૂંઝવણ હોય તો અહીં તમારી મૂંઝવણ દૂર થઈ જશે. ફેશન ડિઝાઈનર અનુરાધા રમને આ દિવસે ફેશનેબલ અને સ્ટાઈલિશ લાગવા કેટલીક ટિપ્સ આપી છે.
રક્ષાબંધનના દિવસે તમે ચટક અને તેજસ્વી રંગો જેવા કે રોયલ બ્લૂ, પેરટ ગ્રીન, મરૂન, લાલ અને ડાર્ક ગુલાબી રંગો પહેરી શકો છો.
આ ઉપરાંત બ્રાઈડલ ડ્રેસમાં કેટલાંક આંશિક બદલાવ સાથે તમે એ ડ્રેસ ફરી પહેરી શકો છો.
ફ્યુઝન લૂક અપનાવવા બ્લિંગ ટોપની સાથે તમે પ્રિન્ટેડ સિલ્ક સ્કર્ટ પહેરી શકો છો.
પ્લેન જોર્જેટ અથવા શિફોન સાડી સાથે કોન્ટ્રાસ્ટ કલરની બ્લાઉઝ પહેરી શકો છો. આ સાથે યુવતીઓએ ઘરેણાં વધુ નહીં પહેરવા જોઈએ અને પોતાના લુકને કમ્પ્લીટ કરવા પાર્ટી ક્લચ કેરી કરવું જોઈએ.