બિહાર-
બિહારના CM નીતિશ કુમારેે બુધવારે હેલિકોપ્ટરથી દરભંગા જિલ્લાના પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. જેની સાથે મુખ્ય સચિવ દીપક કુમાર, સ્વાસ્થ્ય વિભાગના પ્રઘાન સચિવ પ્રત્યય અમૃત સહિત અનેક વિભાગના સચિવો પણ પટણા આવ્યાં હતાં. એરપોર્ટ પર ઉતર્યા બાદ ડૉ. ત્યાગરાજન એસ એમ, એસ.એસ.પી. બાબુ રામ અને વિભાગીય કમિશનર મયંક બરવડે દ્વારા મુખ્યપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી નીતિશ કુમાર રસ્તા પર ચાલીને પૂર રાહત કેન્દ્ર પર પહોંચ્યા હતાં. આ કાર્યક્રમમાં મીડિયાને પ્રવેશવાની અને મુખ્યપ્રધાન સાથે વાત કરવાની મંજૂરી નહોતી. મુખ્યપ્રધાને પૂર પીડિતોને આપવામાં આવતું ભોજન અને આવાસ તેમજ સ્વાસ્થ્ય સુવિઘાઓની જાણકારી લીધી હતી. તેમજ સ્થળ પર હાજર અધિકારીઓને અનેક સૂચનાઓ આપી હતી.
બિહાર સરકારના અન્ન પુરવઠા પ્રધાન મદન સહની અને દરભંગાના શહેર ધારાસભ્ય સંજય સરાવગી પણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. તમને જણાવી દઇએ કે, દરભંગા જિલ્લામાં 15 લાખની વસ્તી પૂરથી પ્રભાવિત છે. બિહારના CM નીતિશ કુમારે બુધવારે હેલિકોપ્ટરથી દરભંગા જિલ્લાના પૂરથી પ્રભાવિત ક્ષેત્રોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પૂર પીડિતોને આપવામાં આવતું ભોજન અને આવાસ તેમજ સ્વાસ્થ્ય સુવિઘાઓની પણ જાણકારી લીધી હતી.