પટના-
મોતિહારી ગંડક નદી પર બનેલો તટબંધ ચંપારણની પાસે તૂટતા અનેક પ્રખંડોમાં પૂરથી તબાહી મચી છે. સંગ્રામપુરમાં તાંડવ મચાવ્યા બાદ ગંડકનું પાણી કેસરીયા પ્રખંડમાં ચારે બાજૂ ફેલાયું છે. દુનિયાનો સૌથી ઉંચું બૌદ્ધ સ્તૂપ પણ ગંડકના તાંડવનો સાક્ષી બન્યો છે. બૌદ્ધ સ્તૂપ પરિસરની અંદર અને બહાર પૂરનું પાણી ફેલાયું છે.
જિલ્લાના મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર બરૌલી પ્રખંડના બભનૌલી ગામ પહોંચ્યા. જ્યાંની સ્થિતિ 'બદ થી બદતર' છે. આ ગામમાં હજારોની આબાદી નિવાસ કરે છે. ગામની ચારે તરફ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે.
આસામ અને બિહારમાં પૂરની સ્થિતિ યથાવત છે. જેનાથી જન જીવન ખોરવાયું છે. મળતી આંકડાકીય માહિતી મુજબ આસામ રાજ્યમાં પૂરથી અત્યાર સુધીમાં 110 લોકોના મોત થયા છે અને 19 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ જળ સ્તરથી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં આ વિનાશક પૂરથી 7,89,032 લોકો પ્રભાવિત થયા છે. આ તરફ બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે, જ્યારે 16 જિલ્લાના 69,03,640 લોકો તેનાથી પ્રભાવિત થયા છે.