કાબુલ-
અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંત નુરીસ્તાનમાં ગયા અઠવાડિયે આવેલા પૂરથી મૃત્યુઆંક વધીને 113 થયો છે. જ્યારે ડઝનબંધ લોકો હજુ પણ લાપતા છે. એક અધિકારીએ જણાવ્યું કે વધુ 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટોલો ન્યૂઝના અહેવાલ અનુસાર કામદીશ જિલ્લામાં ભારે વરસાદને કારણે 28 જુલાઈએ પૂર આવ્યું હતું. પુર પ્રભાવિત રહેવાસીઓને તાત્કાલિક સહાયની જરૂર છે. નૂરીસ્તાનના સંસદ સભ્ય ઇસ્માઇલ અતિકને કહ્યું કે, લોકો ભયાનક પરિસ્થિતિમાં છે. તેમને તાત્કાલિક મદદની જરૂર છે. તેણે બધું ગુમાવી દીધું છે. ધારાસભ્યોએ દાવો કર્યો હતો કે તાલિબાન પીડિતોની બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યું છે. બીજી તરફ તાલિબાનોનું કહેવું છે કે તેણે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી દળોની ઘૂસણખોરી બંધ કરી દીધી છે. દરમિયાન નૂરીસ્તાનના ગવર્નર હાફિઝ અબ્દુલ કયૂમે કહ્યું કે કેટલાક અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી ટીમો મોકલવામાં આવી છે.