ઇજિપ્તમાં પાંચ મહિલાઓને ટિકટોકના ઉપયોગ બદલ બે વર્ષની સજા

કાહિરા-

ઈજિપ્તમાં સોમવારે પાંચ મહિલાઓને ટિક્ટોકનો ઉપયોગ કરવા બદલ બે-બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.તેમના પર સમાજનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવાયો હતો. આ સાથે દરેક મહિલાને ત્રણ લાખ ઇજિપ્તિયન પાઉન્ડ ( લગભગ ૧૪ લાખ રૂપિયા )નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ મહિલાઓમાં હનીમ, હોસામ અને મોવાદા અલ-અધમ સામેલ છે. સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. હોસામે ટિક્ટોક પર ત્રણ મિનિટનો વિડીયો પોસ્ટ કરીને ૧૩ લાખ ફોલોઅર્સને કહ્ય્šં હતું કે, છોકરીઓ મારી સાથે કામ કરીને રૂપિયા કમાઈ શકે છે. તો આ તરફ અધમ એ પણ ટિક્ટોક અને ઇન્સ્ટાગ્રામ પર કેટલાક વિડીયો પોસ્ટ કરીને સરકાર સામે ટિપ્પણી કરી હતી. આ વિડીયો સામે આવ્યા બાદ એપ્રિલમાં હોસામની અને મેં મહિનામાં અધમની ધરપકડ કરવામાં આવી હતી.

આ મહિલાઓની ધરપકડ બાદ દેશમાં રૂઢિવાદની સાથે સામાજિક વિભાજનને લઈને ચર્ચાઓ શરુ થઇ છે. લોકોનું કહેવું છે કે આ મહિલાઓ અમીર ઘરની નથી, એટલા માટે તેમને ટાર્ગેટ બનાવવામાં આવી છે. માનવ અધિકાર આયોગના વકીલ તારેક અલ- અવદીએ કહ્યું કે, આ મહિલાઓની ધરપકડ એ સાબિત કરે છે કે મોર્ડન કમ્યુનિકેશન ટેક્નોલોજીના સમયમાં એક રૂઢિવાદી સમાજ કેવી રીતે લોકો પર કાબુ મેળવવા ઈચ્છે છે. દુનિયામાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ થઇ રહી છે અને સરકારે પણ તેનો સ્વીકાર કરવો જાેઈએ. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution