પ્રયાગરાજમાં ટેન્કરે બાઇકને ટક્કર મારતા એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજયા

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોનો કબજાે મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

સરયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના સોરો પેટ્રોલ પંપ પાસે આ અકસ્માત થયો હતો. એક ટેન્કરે બાઇકને કચડી નાખ્યું હતું. આ અકસ્માતમાં બાઇક સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માત સોમવારે સવારે ૬ વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકો એક જ પરિવારના છે. જેમાં માતાની સાથે બે પુત્રોનો પણ સમાવેશ થાય છે. સરયમરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોરો પેટ્રોલ પંપ પાસે સવારે લગભગ ૬ વાગ્યે એક ટેન્કરે બાઇકને જાેરદાર ટક્કર મારી હતી. આઠ મહિનાની બાળકી સહિત પાંચ લોકો બાઇક પર સવાર હતા. ટક્કર એટલી જાેરદાર હતી કે તમામ લોકો દૂર ફેંકાઈ ગયા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા.મૃતકોમાં વિકાસ (૨૫) પુત્ર બલ્લી, સુમરી (૬૦) પત્ની દેવકી, જનતા (૩૪) પત્ની નમકીન, દિવાના (૭) પુત્ર નમકીન, લક્ષ્મી (૮ મહિના) પુત્રી નમકીનનું મૃત્યુ થયું હતું. આ તમામ જૌનપુર જિલ્લાના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચોકી ખુર્દ વિસ્તારના રહેવાસી હતા.લગ્નમાં હાજરી આપી ઘરે પરત ફરી રહ્યા હતા. રાહદારીઓ પાસેથી માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેન્કર કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિજનો પણ ત્યાં પહોંચી ગયા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution