રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ સહિત પાંચ લોકો નિર્દોષ જાહેર


ચંડીગઢ  :પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મોટી રાહત આપી છે. રણજીત સિંહ હત્યા કેસમાં હાઈકોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના આજીવન કેદના આદેશને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે આ કેસમાં ડેરા પ્રમુખ સહિત વધુ પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ગુરમીત રામ રહીમને ૨૦૨૧માં આજીવન કેદની સજા અને ૩૧ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ૨૦૦૨માં રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી.

આ ૨૨ વર્ષ જૂનો મામલો છે. જેમાં સીબીઆઇ કોર્ટે ૧૯ વર્ષ બાદ રામ રહીમને દોષિત જાહેર કર્યો હતો. રણજિત સિંહ કેમ્પના મેનેજર હતા, જેમની ૧૦ જુલાઈ, ૨૦૦૨ના રોજ કુરુક્ષેત્ર જિલ્લાના ખાનપુર કોલ્યાણ ગામમાં તેના ખેતરો પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રણજીતની હત્યાના એક વર્ષ પછી ૨૦૦૩માં તેના પરિવારે સીબીઆઈને હત્યાની તપાસ કરવાની માગ કરી હતી. પરંતુ તત્કાલીન સરકારે તેમની વાત સાંભળી ન હતી. આ પછી તેના પરિવારજનોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. ચાર વર્ષ બાદ એટલે કે ૨૦૦૭માં સીબીઆઈએ કેટલાક આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમની સામે કેસ નોંધ્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution