હાલોલ : હાલ વૈશ્વિક કોરોના મહામારી સામે સમગ્ર દુનિયા બાથ ભીડી રહી છે ત્યારે કોરોના નો પગપેસારો નાના નાના ગામોમાં ધીમે ધીમે પ્રવેશી રહ્યો છે ત્યારે પંચમહાલ માં આવેલ શિવરાજપુર ખાતે તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી એક પણ કેસ નોંધાયો ન હતો પરંતુ તા.૨૬/૦૮/૨૦૨૦ ના રોજ એકા એક એકસાથે ૩ કેસ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા તે પછી તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ બીજા નવા ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર શિવરાજપુર ખાતે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
શિવજપુરમાં એકાએક કોરોના પોઝિટિવ ના અત્યાર સુધીના ૮ કેસ નોંધાતા શિવરાજપુર ના સ્થાનિક રહીશો અને સ્થાનિક દુકાનદારો દ્વારા આવનારા ૩ દિવસ એટલેકે શનિવાર,રવિવાર અને સોમવાર આમ ૩ દિવસ સમગ્ર શિવરાજપુર સ્વેચ્છા એ આવશ્યક ચીજવસ્તુઓ નો સમય નક્કી કરાયો છે અને તે સિવાય અન્ય ધંધા રોજગાર બંધ રાખવાનું નક્કી કરાયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે શિવરાજપુર ખાતે આવેલ કુદરતી કળાઓને માણવા લોકો ઉમટે છે.