ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન બદલ વધુ પાંચ  ઇમારતો સીલ કરાઈ


વડોદરા ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના ઉલ્લંઘન બદલ વધુ પાંચ  ઈમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. આ ઈમારતોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ફાયર વિભાગે મંગળવારે એમજીવીસીએલની ટીમને સાથે રાખીને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. 

રાજકોટની ગેમઝોનની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીના નિયમોનું સખ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અને જાય વધુ ભીડભાડ વાળા વિસ્તાર હોય ત્યાં તપાસ કરવામાં આવી

રહી છે.

જાે નિયમોનું ઉલ્લંઘન દેખાય તો તેને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા ફાયર વિભાગ દ્વારા મંગળવારે શહેરની વધુ પાંચ  ઈમારતોને સીલ મારવામાં આવી હતી. આ ઈમારતોને અગાઉ પણ નોટિસ બજાવવામાં આવી હતી પરંતુ માલિકો દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આખરે આજે સીલ મારવામાં આવ્યા હતા. ફાયર વિભાગે એમજીવીસીએલની ટીમને સાથે રાખવામાં આવી હતી. અને વીજળી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.

આ તમામ દુકાનદારોને તાત્કાલિક ધોરણે ફાયરના નિયમો અંગેના તમામ નિયમોનુ પાલન કરવા અને ફાયર એનઓસી લઇ લેવા માટેની જાણ પણ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા છેલ્લા એક મહિનાથી વિવિધ ઈમારતોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી ઇમારતો સીલ મારવામાં આવશે. 

કઈ ઈમારતોને સીલ કરાઈ 

• આંતરિક કોમ્પ્લેક્સ - સયાજીગંજ 

• વર્લ્ડ ટ્રેડ સેન્ટર - બીબીસી ટાવર, સયાજીગંજ 

• પ્રેસ્ટિજ કોમ્પ્લેક્સ - સયાજીગંજ 

• સિટી ડેક કોમ્પ્લેક્સ - ગાંધીનગરગૃહ સામે, રાવપુરા 

• માય ફેર અર્તિયમ - વડસર રોડ

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution