ભગવાન શિવજીનો પ્રિય માસ શ્રાવણ આગામી તા. 9મીથી શરૂ થશે. યોગાનુયોગ આ વખતે પ્રારંભ પણ સોમવારે તથા તેનું સમાપન પણ સોમવારે થશે. જે લાભદાયી મનાય છે. શ્રાવણ માસ તા. 6-9ના સોમવારે પૂર્ણ થશે.
આ વર્ષે શ્રાવણ મહિનાનું મહત્વ વિશેષ રહેશે. આ વખતે પાંચ સોમવાર છે જે પૂજા પાઠ અને ભકિત માટે ઉતમ ગણાયા છે. જેમાં તા.9મી ઓગષ્ટ, તા. 16, તા. 23 તથા તા. 30ના ચોથો સોમવાર તથા પાંચમો અને છેલ્લો સોમવાર તા. 6-9ના છે. તા. 22-8ના રક્ષાબંધન, તા. 27-8ના નાગપાંચમ, તા. 28-8ના રાંધણ છઠ્ઠ, તા. ર9ના શીતળા સાતમ તથા 30મી ઓગષ્ટના સોમવારે જન્માષ્ટમી પર્વ ઉજવાશે.
શ્રાવણ માસના શુભ યોગ
તા. 10મીના મંગળવારે સવારે 9.35 થી આખો દિવસ રાજયોગ, તા. 13ના મહાલક્ષ્મી પૂજા સ્થાપના માટે શ્રેષ્ઠ, તા. 24ના સિધ્ધિ યોગ, તા. 30ના રોહિણી નક્ષત્ર સવારે 6.39થી આખો દિવસ શુભ છે. તા.6ના સોમવતી અમાસ, પિતૃ તર્પણ, પિતૃ કાર્ય માટે શ્રેષ્ઠ.શ્રાવણ મહિનાના સોમવારે એક મુઠી ધાન્ય શિવલિંગ ઉપર ચડાવવું ફળદાયી રહેશે. ત્યારે ૐ નમ: શિવાયના જાપ કરવા, તા. 9મી ઓગષ્ટના ચોખા ચડાવવા, બીજા સોમવારે એક મુઠી તલ ચડાવવા, ત્રીજા સોમવારે મગ, ચોથા સોમવારે જવ, તથા પાંચમા સોમવારે શિવલિંગ પર પંચ ધાન્ય ચડાવવું લાભદાયી છે