બંધકોની મુક્તિ માટે પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા

તેલ અવીવ: ગાઝા પટ્ટીમાં છ બંધકોના મૃતદેહ મળી આવ્યા બાદ ઈઝરાયલમાં રોષ ફાટી નીકળ્યો છે. રવિવારે સાંજે રાજધાની તેલ અવીવમાં લાખો લોકો પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. ૭ ઓક્ટોબરના હુમલા બાદ ઈઝરાયલમાં આ સૌથી મોટો વિરોધ છે. વડાપ્રધાન નેતન્યાહુના ઘરની બહાર પણ દેખાવો થયા હતા.

અહેવાલ મુજબ તેમાં ૩ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. આ સિવાય અલગ-અલગ શહેરોમાં ૨ લાખથી વધુ લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક સંસ્થાએ વધુ મોટી ભીડનો દાવો કર્યો હતો.હોસ્ટેજ એન્ડ મિસિંગ ફેમિલીઝ ફોરમે સીએનએનને જણાવ્યું કે ઈઝરાયલમાં પ્રદર્શનમાં ૭ લાખથી વધુ લોકો એકઠા થયા હતા. એકલા તેલ અવીવમાં જ ૫ લાખથી વધુ લોકો વિરોધ કરવા આવ્યા હતા. પ્રદર્શન દરમિયાન લોકોએ છ મૃતદેહોના પ્રતીક તરીકે છ શબપેટીઓ રાખી હતી.ગાઝામાં છ બંધકોના મોત બાદ રવિવારે ઇઝરાયલમાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ યુદ્ધવિરામ કરાર ન સ્વીકારવાને કારણે લોકોમાં ગુસ્સો વધ્યો હતો. પ્રદર્શનમાં અન્ય ૧૦૧ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવા નેતન્યાહૂને માગણી કરવામાં આવી હતી. દેખાવકારોએ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ત્યાં ટાયરો સળગાવી દીધા હતા. પ્રદર્શન દરમિયાન રોડ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.વિરોધીઓ વડા પ્રધાન નેતન્યાહુ અને તેમની સરકાર પર બંધકોને મુક્ત કરવા માટે નક્કર પગલાં ન લેવાનો આક્ષેપ કરી રહ્યા હતા. તેઓ યુદ્ધવિરામ અને બાકીના બંધકોને મુક્ત કરવાની માગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે જાે આ સમજૂતી થઈ હોત તો બંધકોને મુક્ત કરી શકાયા હોત. નેતન્યાહુ રાજકીય કારણોસર સમાધાન કરવા માંગતા નથી.પ્રદર્શનકારીઓએ આખી રાત વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. તેઓએ ઘણા હાઇવે બ્લોક કર્યા. તેઓ હવે-હવે ના નારા લગાવી રહ્યા હતા. તેઓ હમાસ સાથે વહેલી તકે યુદ્ધવિરામની માગ કરી રહ્યા હતા. ઘણા લોકો બંધકોને જીવતા પરત કરવાની માગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. દેખાવકારોએ બંધકોના સન્માનમાં છ હત્યા કરાયેલ બંધકો માટે માફી માગતા ઇઝરાયલી ધ્વજ, પીળી રિબન અને પ્લેકાર્ડ ધરાવ્યાં હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution