ઘરે-ઘરે અક્ષરાનાં નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં જિંદગીનાં સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. બ્રેસ્ટ કેન્સરનાં સ્ટેજ ૩માંથી પસાર થઇ રહેલી હિના ખાન આ દિવસોમાં ફેન્સની સામે આવી અને પોતાની હેલ્થ અપડેટ શેર કરી. ફેન્સની સાથે ઇમોશનલ મેસેજની સાથે હિના ખાને ફરી એકવાર કેન્સર સામેની લડાઇ વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું પાંચમી કીમોથેરાપી પૂરી થઇ ગઇ છે, પરંતુ કેન્સર સામેની લડાઇ પૂરી થઇ નથી, કારણકે હજુ ૩ બાકી છે અને આવનારા દિવસોમાં હજુ વધારે અઘરાં હોઇ શકે છે.હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યાે જેમાં એક્ટ્રેસ જણાવે છે એની ૫મી કીમોથેરાપીમાંથી પસાર થઇ ગઇ છે અને ૩ બાકી છે. આ માટે એ સોશિયલ મીડિયાથી દૂર છે.આ સાથે એક્ટ્રેસે કહ્યું કે, મેં જલદી હેલ્થ અપડેટ આપવા વિશે વિચાર્યું કારણકે તમે બધા મારી હેલ્થને લઇને ખૂબ ચિંતિત છો. હિનાએ આગળ જણાવ્યું કે, હું ઠીક છું અને મારી પાંચમી કીમો પૂરી થઇ ગઇ છે અને ત્રણ બાકી છે. કેન્સરની સારવાર વચ્ચે ખુલીને વાત કરતાં એક્ટ્રેસે જણાવ્યું કે, કેટલાંક દિવસો બહુ અઘરાં હોય છે. આ સાથે કેટલાક દિવસો બહુ સારા હોય છે. આજે હું સારું ફિલ કરી રહી છું.’