રાજકોટ-
કોરોના મહામારી બાદ હવે સૌથી વધુ ડરાવતો મ્યૂકરમાયકોસિસના દર્દીઓની સંખ્યા વધતા કેટલાંક લેભાગુ તત્વો મ્યૂકરમાયકોસિસની સારવારમાં ઉપયોગી ઇન્જેકશનના કાળાબજાર કરી રોકડી કરતાં હોવાની ચોક્કસ માહિતીના આધારે એસઓજીની ટીમે પાંચ શખ્સોને ઝડપી લઇ પર્દાફાશ કરી કૌભાંડમાં સંડોવાયેલા વધુ શખ્સોની ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી ઠેર-ઠેર દરોડા પાડ્યા છે.
પોલીસસૂત્રોના મતે પીઆઈ આર વય રાવલ, અસલમ અંસારી સહિતે મ્યૂકરમાયકોસિસના દર્દીઓને આપવામાં આવતા ઇન્જેકશન કાળા બજાર થતાં હોવાની માહિતીના આધારે દરોડા પાડી પાંચ શખ્સોની અટકાયત કરી પૂછપરચ્છ કરી તેમની પાસેથી એક ડઝનથી વધુ ઇન્જેકશન મળી આવતા વધુ આ કૌભાંડમાં કોની કોની સંડોવણી છે તે અંગે પૂછપરછ કરી છે. અગાઉ કોરોના મહામારીમાં કોવિડના દર્દીઓને સારવાર માટે ઉપયોગી એવા રેમડેસીવીર ઇન્જેકશનના કાળાબજાર કરતાં પોલીસે મેડિકલ રી-પ્રેઝન્ટેટીવ મેડિકલ સ્ટોર સંચાલકો, નર્સિંગ સ્ટાફ સહિતના લોકોને પકડી લીધા હતા. ત્યારબાદ મ્યૂકરમાઇકોસિસની સારવારમાં ઉપયોગ ઇન્જેકશનના પણ કાળા બજાર કરી રોકડી કરતાં શખ્સોને ઝડપી લઇ પૂછપરછ કરતાં હજુ વધુ શખ્સોની સંડોવણી હોવાનું ખૂલતા પોલીસે ટીમો બનાવી વધુ શખ્સોને પકડી લેવા મથામણ શરૂ કરી છે. મયૂકરમાયકોસિસના ઇન્જેકશનના કાળાબજારના કારસ્તાનમાં ખાનગી હોસ્પિટલના તબીબના લોકોની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તબીબ સહિત મેડિકલ ક્ષેત્રના વધુ શખ્સોની સાંઠગાંઠ ખૂલવાની શંકાએ પોલીસે ખાસ તપાસ હાથ ધરી છે. મ્યૂકરમાઇસોકોસિસની દવાઓ અને ઇન્જેકશનની અછત હોવાથી તકસાધુઓ કૌભાંડો આચરી રહ્યા છે.