લાહોર,: શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું બુધવારે કરતારપુર સાહિબ ખાતે ૪૫૦ થી વધુ ભારતીય શીખોની હાજરીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા ધાર્મિક કટ્ટરપંથીઓએ તેમની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. પ્રતિમાનું પુનઃ નિર્માણ અને સ્થાપન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ભારતના શીખ સમુદાયના સભ્યોએ સમ્રાટની સ્થાપિત પ્રતિમાની સામે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો.પંજાબના પ્રથમ શીખ મંત્રી (લઘુસંખ્યકો માટે) અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (ઁજીય્ઁઝ્ર)ના પ્રમુખ રમેશ સિંહ અરોરાએ પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું. કરતારપુર સાહિબને ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લાહોરથી લગભગ ૧૫૦ કિમી ઉત્તર-પૂર્વમાં ભારતીય સરહદની નજીક સ્થિત છે. અરોરાએ પીટીઆઈને કહ્યું, “અમે આજે સ્થાનિક અને ભારતીય શીખોની હાજરીમાં ગુરુદ્વારા દરબાર સાહિબ, કરતારપુર સાહિબ ખાતે મહારાજા રણજીત સિંહની પ્રતિમા સ્થાપિત કરી છે.”૪૪ વર્ષીય પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (ઁસ્ન્-દ્ગ)ના નેતાએ કહ્યું કે પુનઃસ્થાપિત પ્રતિમા મુખ્યત્વે કરતારપુર સાહિબ ખાતે મૂકવામાં આવી છે જેથી કોરિડોરનો ઉપયોગ કરીને સરહદ પાર કરીને અહીં આવતા ભારતીય શીખો પણ તેને જાેઈ શકે. “કરતારપુર ખાતે, શીખ નેતાની પ્રતિમા માટે પણ વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે, જે અગાઉ લાહોર કિલ્લામાં તોડફોડ કરવામાં આવી હતી,” અરોરાએ જણાવ્યું હતું.