બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને પોતાના ૧૩ વર્ષોના કરિયરમાં ઘણી જબરદસ્ત ફિલ્મો આપી છે. અને તેમનું નામ હવે હિન્દી સિનેમાના ટોપ સ્ટાર્સમાં જાેડ્યુ છે. કાર્તિક આર્યને પોતાની એક્ટિંગ અને લુકથી ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. કાર્તિક આર્યન છેલ્લી વાર મોટા પડદા પર ‘ચંદુ ચેમ્પિયન’ માં જાેવા મળ્યા હતા. જાે કે આ ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી પરંતુ કાર્તિક આર્યનના કામ અને એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી હતી. હવે કાર્તિકના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૩’ની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મ જલ્દી જ રીલીઝ થવાની છે પણ તે પહેલા કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પહેલું પોસ્ટર શેયર કર્યું છે. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા ૩’ની દર્શકો આતુરતાથી રાહ જાેઈ રહયા છે. કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૨’ સુપરહિટ રહી હતી. ત્યારથી જ ‘ભૂલ ભુલૈયા ૩’ ને લઈને ઘણી ચર્ચામાં છે. કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના નવા પોસ્ટરની ઝલક શેયર કરી છે. તેમને ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટર શેયર કર્યું છે તેમ એક મોટો દરવાજાે દેખાઈ રહ્યો છે અને તેની પર લોક લગાવેલું છે. એક્ટરે આની સાથે જબરદસ્ત કેપ્શન પણ આપ્યું છે. કાર્તિકે પોસ્ટ સાથે લખ્યું છે કે, ‘દરવાજા ખુલેગા ઇસ દિવાલી ભૂલ ભુલૈયા ૩.’ કાર્તિકની આ પોસ્ટ પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, ‘રૂહ બાબા જલદી આવી રહે છે.’ ત્યારે એકે લખ્યું છે કે, ‘ટ્રેલરની રાહ જાેઈ રહ્યો છું.’ એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘હવે વધારે રાહ નથી જાેવાતી.’ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘ફાઇનલી તમે પોસ્ટ કરી અમે આની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.’ કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૩ આ દિવાળી પર ધૂમ મચાવવા આવી રહી છે. બોક્સ ઓફિસ પર તેની ટક્કર અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે થશે. કાર્તિકની સાથે ફિલ્મમાં તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મને ટી-સીરીઝ અને સિને ૧ સ્ટુડિયોએ મળીને પ્રોડ્યુસ કરી છે અને અનિષ બજમીએ ડાયરેક્ટ કરી છે.