વૉશિગ્ટન:ફ્લોરિડાના પામ બીચમાં ટ્રમ્પ ગોલ્ફ ક્લબની બહાર રવિવારે ફાયરિંગની માહિતી સામે આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ એફબીઆઈ અને સિક્રેટ સર્વિસ ટ્રમ્પ ગોલ્ફ કોર્સની આસપાસ બ્રીફિંગ કરી રહી છે. આ ઘટનાની તપાસની જવાબદારી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (હ્લમ્ૈં)ને સોંપવામાં આવી છે. એફબીઆઈએ કહ્યું કે તે આ ઘટનાની તપાસ “હત્યાના પ્રયાસ” તરીકે કરી રહી છે.સિક્રેટ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ૨ વાગ્યા (સ્થાનિક સમય) પહેલા બની હતી. જાે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કથિત ગોળીબાર પૂર્વ રાષ્ટ્રપતિ પર કરવામાં આવ્યો હતો કે નહીં. સિક્રેટ સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ અંગે તેઓએ તપાસ પણ શરૂ કરી છે.ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે સ્થાનિક કાયદા અમલીકરણને ટાંકીને જણાવ્યું હતું કે ઝાડીઓમાંથી એક છદ્ભ-૪૭ રાઈફલ મળી આવી હતી અને એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી.ધ ન્યૂ યોર્ક પોસ્ટે કાયદા અમલીકરણ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે એક ઘટના બાદ સુરક્ષિત હતા જેમાં તેમના ફ્લોરિડા ગોલ્ફ ક્લબની બહાર બે લોકોને ગોળી મારી દેવામાં આવી હતી.એફબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એજન્સીએ “વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં પ્રતિક્રિયા આપી છે અને જાણ કરી છે કે તે આ ઘટનાની તપાસ કરી રહી છે. એજન્સીએ કહ્યું કે આ ઘટના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ હોય તેવું લાગે છે.””શંકાસ્પદ વ્યક્તિ પાસે એક છદ્ભ-૪૭ રાઇફલ પણ હતી,” એક પ્રેસ બ્રીફિંગમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સિક્રેટ સર્વિસે શંકાસ્પદને ઓછામાં ઓછા ચાર ગોળી ચલાવી હતી હુમલાખોરે ગોળીબાર કર્યાે હતો કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.