ફાયર સેફટીની સુવિદ્યા -એનઓસી વિનાની ત્રણ હોસ્પિટલ સીલ

વડોદરા : શહેર ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના સાધનો ન હોવા સાથે ફાયર એનઓસી નહી ધરાવતી હોસ્પિટલનો સીલ કરવાની કામગીરી શરુ કરી છે.ત્યારે આ ખાસ મૂહીમ પેટે આજે વધુ ત્રણ હોસ્પિટલ સીલ કરી હતી.આમ છેલ્લા ચાર દિવસ દરમ્યાન કુલ ૨૨ હોસ્પિટલને સીલ કરી છે.

કોરોના કાળ દરમ્યાન રાજયમાં ઘણી હોસ્પિટલમાં આગની ઘટના બની હતી.અને જેમાં કોરોના દર્દીના મોત થયા હતા.આ ઘટના પછી રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો વિકસાવવા તેમજ જે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધનો છે.તે હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવવા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસો આપવામા આવી હતી.તેમ છતાં પણ કેટલીક હોસ્પિટલ દ્વારા આ નોટિસની અવગણના કરવામાં આવતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા ચાર દિવસથી વિશેષ મુહીમ પેટે હોસ્પિટલમાં ચેકીગંની કામગીરી શરુ કરી હતી.જેમાં આજે પણ ચેકીંગ કરીને વધુ ત્રણ હોસ્પિટલને સીલ કરી હતી.અત્યાર સુધી ફાયર બ્રિગડે ચાર દિવસમાં કુલ ૨૨ હોસ્પિટલ સીલ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડ દ્વારા કુલ ૧૨૫ એનઓસી વિનાની હોસ્પિટલનો નોટિસ આપી હતી.અને આ નોટિસ પછી હોસ્પિટલ દ્વારા એનઓસી માટે કાર્યવાહી કરવામાં નહી આવતા આખરે ચેકીંગની કામગીરી શરુ કરી હતી.અને જયાં સુધી તમામ હોસ્પિટલમાં ચેકીંગની કામગીરી પુર્ણ ન થાયત્યાં સુધી આ કામગીરી ચાલુ રખાશે.અને હોસ્પિટલોને નોટિસો આપવામાં આવશે.ફાયર બ્રિગડે હોસ્પિટલો સીલ કરવાની કામગીરી શરુ કરતા જ હોસ્પિટલો દ્વારા ફાયર સેફટની સાધનો વિકસાવવા સાથે એનઓસી મેળવવાની કામગીરી શરુ કરી દીધી છે.

કઇ હોસ્પિટલ સીલ કરાઇ

• આદિત્ય કોવિડ કેર સેન્ટર-પરિવાર ચાર રસ્તા • ફેઇથ હોસ્પિટલ-પાણીગેટ • સ્પંદન મલ્ટીસ્પેેશ્યાલીટી હોસ્પિટલ-માંજલપુર

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution