મહેસાણા-
અહીંના મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળ બાલાજી હાઈટ્સ ફ્લેટ્સ આવેલા છે. આ ફ્લેટ્સમાં મંગળવારે મધ્યરાત્રી બાદ એકાએક આગ ફાટી નીકળતાં થોડીવારમાં ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા, જેને પગલે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. બીજા માળના એક ફ્લેટમાં ભેદી રીતે લાગેલી આ આગમાં પરીવાર પાસે જે રોકડ રકમ હતી તે, આશરે બે લાખ રૂપિયા અને દાસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા.
રાત્રે અચાનક બનેલા આ બનાવને પગલે આસપાસના રહિશો અને ફ્લેટ હોલ્ડરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ પણ મચી હતી. ફાયર વિભાગે દોડી જઈને આગને બુઝાવી હતી. પ્રારંભિક તપાસ પ્રમાણે શોર્ટ સરકીટથી આગ લાગી હોવાનું મનાય છે, છતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.