ઇસ્તંબુલ-
તુર્કીમાં સખત ગરમી વચ્ચે બોડ્રમ નજીકના જંગલોમાં લાગેલી આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં આવી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ૧૦૦ થી વધુ સ્થળોએ ફાટી નીકળેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. જો કે ફાયર બ્રિગેડના જવાનો પ્રખ્યાત દરિયાઇ પ્રવાસન કેન્દ્રોમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં રોકાયેલા છે.
તુર્કીના કૃષિ અને વનીકરણ મંત્રી બેકીર પાકડેમિર્લીએ ટિ્વટ કર્યું કે અંતાલ્યા અને મુગલા જેવા પર્યટન કેન્દ્રોના કુલ પાંચ વિસ્તારોમાં હજુ પણ આગ લાગી છે, જ્યારે ૧૦૭ વિસ્તારોમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અંતાલ્યાના બે જિલ્લામાં હજુ પણ આગ લાગી રહી છે. મુગલામાં લાગેલી આગ પર્યટન સ્થળ માર્મારીઝ તેમજ અન્ય વિસ્તારોમાં પાયમાલ કરી રહી છે. ગભરાયેલા પ્રવાસીઓને શનિવારે હોટલમાંથી બહાર કાવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
તુર્કીના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે શનિવારે બે વન કર્મચારીઓના મોત બાદ ભૂમધ્ય શહેરમાં જંગલમાં લાગેલી આગથી મૃત્યુઆંક વધીને છ થયો છે. બુધવારથી જંગલમાં આગ ફેલાવા લાગી અને કેટલીક વસાહતો, પ્રવાસન કેન્દ્રો અને ગામો પણ આગની પકડમાં હતા. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગ કુલ ૩૨ પ્રાંતોમાં ફેલાઈ હતી.
કોસ્ટગાર્ડ યુનિટ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યું હતું અને અધિકારીઓએ ખાનગી બોટોને આગને કારણે પ્રવાસીઓને સલામત સ્થળે લાવવામાં મદદ કરવા કહ્યું હતું. એક વીડિયોમાં, બીચને અડીને આવેલા પર્વતીય વિસ્તારમાં ધુમાડા અને જ્વાળાઓ દેખાય છે.
તુર્કીના અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ આગ કુર્દિશ આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. નિષ્ણાતોએ આગ માટે આબોહવા પરિવર્તનને જવાબદાર ગણાવ્યું છે. આફ્રિકાના ગરમ પવનોને કારણે દક્ષિણ યુરોપમાં તીવ્ર ગરમીનું મોજું ઇટાલી અને ગ્રીસ સહિત ભૂમધ્ય પ્રદેશમાં જંગલમાં આગને કારણે થયું છે.
સોમવારે તુર્કી અને દક્ષિણ-પૂર્વ યુરોપના પડોશી દેશોમાં તાપમાન ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે. અંતાલ્યામાં રવિવારે ૪૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયીપ એર્દોને શનિવારે હેલિકોપ્ટર દ્વારા કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને આગને કારણે થયેલા નુકસાનનો હિસાબ લીધો. એર્દોને 'માનવત' શહેરમાં જાહેરાત કરી હતી કે તુર્કિશ સરકાર આગથી અસરગ્રસ્ત લોકોના રહેવાનો ખર્ચ ઉઠાવશે અને તેમના ઘરોનું પુનનિર્માણ કરશે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત લોકો માટે કર, સામાજિક સુરક્ષા અને લોનની ચુકવણી મુલતવી રાખવામાં આવશે અને નાના ઉદ્યોગોને શૂન્ય વ્યાજ સાથે લોન આપવામાં આવશે.
એર્ડોઆને કહ્યું અમે આગમાં પોતાનો જીવ ગુમાવનારાઓ માટે ભગવાન પાસેથી દયા માંગવા સિવાય બીજું કશું કરી શકતા નથી, પરંતુ આગથી જે નાશ પામ્યો છે તેને ફરીથી બનાવી શકીએ છીએ." યુક્રેન, રશિયા, અઝરબૈજાન અને ઈરાન, છ થી વધીને ૧૩ થઈ ગયા છે, અને ઘણા હેલિકોપ્ટર અને ડ્રોન હજારો ટર્કિશ કર્મચારીઓ સાથે બુઝાવવાના પ્રયત્નોમાં મદદ કરી રહ્યા છે.