વડોદરા, તા.૧૩
શહેરના સનફાર્મા રોડ પર પ્રથમ ઉપવન પાછળ આવેલ શ્રીહરિ ટાઉનશિપના એક મકાનમાં આજે બપોરના સમયે એકાએક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તરત જ ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તબકકે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે. આજે બપોરના સમયે સનફાર્મા રોડ પર શ્રીહરિ રેસિડેન્સીમાં રહેતા જિતેનભાઈના મકાનમાં એકાએક આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડની કરવામાં આવતાં લાશ્કરો ફાયર ફાઈટર સાથે સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં એ.સી., ટીવી, ફ્રિજ, ફર્નિચર વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળે છે.