અંબાજીમાં ફાયર વિભાગની ડ્રાઇવઃ ૨ દિવસમાં ૧૧ થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ

અંબાજી  યાત્રાધામ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે,ત્યારે અંબાજી ખાતે ૨૦૦ કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો- ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં અંબાજી ખાતે ૧૦૦ કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જે સંદર્ભે શનિવારે અને આજે સોમવારે ફાયર વિભાગ દ્વારા એનઓસી સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી,જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ૨ દિવસમાં ૧૧ થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે. અંબાજી ખાતે શનિવારે અને સોમવારે ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુર થી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથધરીને જે હોટલો ધર્મશાળાઓ એ એનઓસી માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને આજે સીલ કરવામાં આવ્યા હતા. શનિવારે ૫ એકમોને અને સોમવારે ૬ એકમોને સીલ કરાયા હતા. સોમવારે અંબાજીની અંબેવેલી હોટલ, ચરોતર સરદાર પટેલ ધર્મશાળા, ચૌધરી ધર્મશાળા, ભગવતી પાર્ટી પ્લોટ, શ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઇવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ રહેશે.અંબાજીના અમુક હોટલ માલિકોએ ફાયર વિભાગની કામગીરી સામે સવાલ ઊભા કર્યા હતા. શનિવારે ફાર વિભાગ દ્વારા અંબાજીની ઇસ્કોન અંબે વેલી હોટલ અને ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની રાજપૂત સમાજને પણ સીલ કરવામાં આવી હતી.જાેકે આજે વિવિઘ એકમોને સિલીંગ ની કામગીરી ની વિગતો મિડિયા ને આપતા પ્રદીપ બારોટ, ફાયર ઓફિસર, પાલનપુર એ આખો દિવસ કરી દેતા મોડી સાંજે વિગતો આપી હતી એટલુજ નહી હોટલ શ્રી ને સિલ મારી દીધા પછી અચાનક ફરી ખોલિ દેવાતા લોકો માં અનેક તર્ક વિતર્કો જાેવા મળ્યાં હતાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution