જાણો કેમ, આ બાળક CM રૂપાણીને મળવા હૉસ્પિટલ પહોંચ્યો

અમદાવાદ-

વડોદરામાં ૧૪મી ફેબ્રુઆરીના રોજ ભાજપ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં સંબોધન સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક બગડતા તેઓ અચાનક મંચ પર જ ઢળી પડ્યા હતા. જ્યાં તબીબોની ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલીક સારવાર માટે અમદાવાદની યુ. એન. મહેતા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હાલ મુખ્યમંત્રીની તબિયત સ્થિર છે. ત્યારે વિવેક દાસ નામનો નાનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા ગયો હતો. વિવેક દાસ નામનો છોકરો સીએમ રૂપાણીની ખબર પૂછવા માટે અમદાવાદની યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે પહોચ્યો હતો. વિવેકની બહેનના કેન્દ્રીય શાળામાં પ્રવેશ માટે સીએમને રજુઆત કરી હતી. સીએમ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને રજુઆત કરાતા બાળકની બહેનનું એડમિશન કેન્દ્રીય શાળામાં થયું હતું. જાેકે, પોલીસ પ્રોટોકોલ અંતર્ગત બાળકને કેમ્પસમાં પ્રવેશ આપવામાં નથી આવ્યો. સીએમ બાળકને છોટુ નામથી ઓળખતા હોવાનો પણ તેને દાવો કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution