વડોદરા-
દેશનાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિની જાસુસીનાં અહેવાલ બાદ ખળભળાટ મચી ગયો હતો. દેશનાં 70 શહેરોનાં મેયર, ડે.મેયરની જાસુસીની ખબરથી તંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે. દેશનાં 500 જેટલાં વગદાર વ્યક્તિઓની જાસુસી ચીન દ્વારા કરાવવામાં આવી રહી હોવાનો અહેવાલ એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયા બાદ ગુપ્તચર નેટવર્ક સામે સવાલો ઉઠી રહ્યા છે. ચાઇના દ્વારા ભારતીય મહાનુભવોની જાસુસી મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. વડોદરાનાં મેયરની પણ જાસુસી થતી હોવાની ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતાી મુજબ ચીની દ્વારા વડોદરા અને જુનાગઢના મેયરની જાસુસી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે વડોદરા શહેરના મેયર જીગીષાબેન શેઠ ગત વર્ષે ચાઇના પ્રવાસે ગયા હતા તે સમયથી તેમની જાસુસી થતી હોવાનું મેયર જણાવી રહ્યા છે. ચાઇના દ્વારા ભારતીય મહાનુભવોની સ્પોન્સર્ડ જાસુસી કરાવવામાં આવી રહી છે. એક અંગ્રેજી અખબારના ચોંકાવનારા અહેવાલ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. વડોદરાનાં મેયર પણ ચાઇનીઝ જાસુસીની રડારમાં છે. ગુજરાતનાં બે મેયર ચાઇનીઝ સર્વેલન્સ હેઠળ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા અને જુનાગઢનાં મેયરની ગતિવિધિ પર ચીન દ્વારા બારીક નજર રાખવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.