ગાંધીનગર-
ગુજરાત વિધાનસભામાં વિવિધ સમિતીઓમાં ધારાસભ્યોની સભ્ય પદે નિમણુંક કરવામાં આવી છે. જેમાં વિધાનસભાની મહત્વની ગણાતી સમીતિઓ માં સૌરાષ્ટ્રના ચાર ધાાસભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.ગુજરાત વિધાનસભાની અલગ અલગ સમિતિઓમાં ચેરમેન તેમજ સભ્યપદ તરીકે ધારાસભ્યો ની નિમણૂક કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની 4 મહત્વની ગણાતી સમીતિઓમાં સૌરાષ્ટ્ર ના ચાર ધારાસભ્યો સહિત અન્ય સમિતિઓ માં પણ ધારાસભ્યોની નિમણૂક વિધાનસભા દ્વારા જાહેર કરવામાં આવી છે. જે મુજબ અંદાજ સમિતિ ના ચેરમેન તરીકે પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે જાહેર હિસાબ સમિતિના ચેરમેન પદે ઉના કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર સાહસો માટે ની સમિતિના ચેરમેન પદે કચ્છના ધારાસભ્ય ડો. નિમા બહેન આચાર્ય ને નિમણૂક આપવામાં આવી છે .ત્યારે પંચાયતી રાજ સમિતિ ના ચેરમેન તરીકે પૂર્વ રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા નિમણૂક કરવામાં આવી છે.
જયારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ માટેની સમિતિમાં ચેરમેન તરીકે વિધાનસભા ના પૂર્વ અધ્યક્ષ અને ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્ય શંભુજી ઠાકોર ની વરણી કરવામાં આવી છે. તો બીજી તરફ જાહેર હિસાબ સમિતિ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર આ સમિતિમાં ચૂંટાઈ આવ્યા છે. જ્યારે નિયમો માટેની સમિતિમાં કોંગ્રેસ હા ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત બિન સરકારી સભ્યો ના કામકાજ માટે સમિતિના ચેરમેન તરીકે ઝંખના બહેન પટેલ ગૌણ વિધાન સમિતિના ચેરમેન પદે દુષ્યંત પટેલ અને ખાતરી સમિતિના ચેરમેન તરીકે વલ્લભભાઈ કાકડીયા નિમણૂક કરવામાં આવી છે.