ફિલ્મમેકર આદિત્ય ચોપરાએ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતના મૃત્યુની તપાસના સંબંધમાં તેમનું સ્ટેટમેન્ટ નોંધાવ્યું હતું. મુંબઈમાં વર્સોવા પોલીસ સ્ટેશન ખાતે બાન્દ્રા પોલીસ દ્વારા ચોપરાનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યું હતું. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (34) આત્મહત્યા કેસમાં ફિલ્મ નિર્માતા અને યશરાજ ફિલ્મ્સના અધ્યક્ષ આદિત્ય ચોપરાએ શનિવારે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પોતાનું નોંધાવ્યું હતું. પોલીસે ત્રણ કલાકથી વધુ સમય સુધી તેનું નિવેદન નોંધ્યું હતું. હમણાં સુધીમાં આદિત્ય ચોપરા સહિત 37 જણનાં નિવેદન પોલીસ નોંધી ચૂકી છે.
14 જૂને સુશાંતે તેના બાંદરા પશ્ચિમમાં માઉન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટમાં ભાડાના ડુપ્લેક્સમાં આત્મહત્યા કરી હતી. તેને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરાયો હતો કે કેમ તેની પોલીસ શોધ ચલાવી રહી છે.
આ પ્રોડ્યૂસર-ડિરેક્ટર ચાર કલાક કરતાં વધારે સમય સુધી આ પોલીસ સ્ટેશનમાં હતા. મુંબઈ પોલીસે સુશાંતના કૂક નીરજસિંહ, નોકર કેશવ બચ્ચન, મેનેજર દિપેશ સાવંત, ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ રામનાથમૂર્તિ પિઠાની, બહેનો નીતુ અને મીતુ સિંહ, પિતા કે.કે. સિંહ, ટેલિવિઝન અભિનેતા મહેશ શેટ્ટી, કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબ્રા, બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, પીઆર મેનેજર અંકિતા તેહલાની, અભિનેત્રી રિયા ચક્રવર્તી, ફિલ્મકાર સંજય લીલા ભણસાલી અને યશરાજ ફિલ્મ્સના કર્મચારીઓ સહિત 36 જણનાં નિવેદન હમણાં સુધી નોંધ્યાં છે.
સુશાંત 14મી જૂને મુંબઈમાં તેના પાર્ટમેન્ટમાં મૃતઅવસ્થામાં મળી આવ્યો હતો. પોલીસ તેના સ્યુસાઇડનાં કારણો જાણવા ક્લિનિકલ ડિપ્રેશન સિવાય પ્રોફેશનલ રાઇવલરીના મામલે પણ તપાસ કરી રહી છે.આ કેસમાં આ એક્ટરના ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, કો-સ્ટાર્સ અને નજીકના સાથીઓ સહિત 34થી વધારે લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધવામાં આવ્યાં છે.