દિલ્હી-
રેલવેનું કયારેય ખાનગીકરણ કરવામાં નહીં આવે તેવી રેલવે મંત્રી પિયુષ ગોયલે લોકસભામાં ખાત્રી આપી હતી. રેલવેના ખાનગીકરણ થઇ રહ્યું હોવાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપવા રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું હતે લોકોની સુવિધા વધે એ માટે રેલવે ખાનગી રોકાણને આવકારે છે પણ રેલવેનું ખાનગીકરણ થઇ રહ્યું છે તે વાતમાં તથ્ય નથી. કયારેય પણ રેલવેનું ખાનગી નહી થાય.
લોકસભામાં રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રેલવે ભારતની સંપતિ છે અને તેનું કયારેય ખાનગીકરણ નહીં કરાય તેવું હું ગૃહને ખાત્રી આપું છું. રેલવે મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે માર્ગો સરકારે જ બનાવ્યા છે. તો એમ કહી શકાય કે માત્ર સરકારી ગાડીઓ જ દોડશે. માર્ગો ઉપર તમામ પ્રકારના વાહનો દોડે છે. ત્યારે જ પ્રગતિ વિકાસ થાય છે. અને તમામ સુવિધાઓ મળે છે. એ જ રીતે રેલવેના પણ ખાનગી રોકાણ વધતા સુવિધાઓ પણ વધશે અને પ્રગતિ થશે.