રાંચી-
ઝારખંડના ગિરિડીહની તેર મહિનાની યુવતીના પેટમાંથી ગર્ભ મળી આવતા ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. દીકરીના પેટના દુખાવાથી પરેશાન પરિવારજનો બાળકીને લઈ રાંચીની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તબીબોએ સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ દ્વારા ગર્ભ વિશે જાણકારી આપી હતી. આ પછી, ડોકટરોએ ઓપરેશન કરીને ગર્ભને કાઢી નાખ્યું. એક કિલો ૨૫૦ ગ્રામ ગર્ભ બાળકના પેટમાં હતું. તપાસ બાદ બાળરોગ વિભાગની ટીમે નવજાતને સફળતાપૂર્વક ઓપરેશન કરી અને ગર્ભને દૂર કર્યું.
ડોકટરોએ જણાવ્યું કે, સમયની સાથે બાળકના પેટમાં ગર્ભ વધતો જતો હતો. જ્યારે બાળકી બે મહિનાની હતી ત્યારથી જ તેનું પેટ ફૂલવાની સમસ્યા આવી રહી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, માતાના ગર્ભાશયમાં જાેડિયા બાળકો પેદા થવાની સ્થિતિમાં, એક ગર્ભ વિકસિત થતું નથી અને ક્યારેક બીજાના શરીરમાં ચોંટી જાય છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં આવા ૨૦૦ જેટલા કેસ મળી આવ્યા છે. આવો એક કેસ ૫૦ લાખ લોકોમાં એક સાથે થવાનું માનવામાં આવે છે. ભારતના કેટલાક રાજ્યોમાં આવા ૫-૬ કેસ નોંધાયા છે. તબીબી ભાષામાં, તેને ફિટ્સ ઇન ફિટુ કહેવામાં આવે છે એટલે કે ગર્ભની અંદર બીજું ગર્ભ. આ બાળકી ગિરિડીહની છે, જેને લઈ તેના માતા-પિતા ટાટીસીલ્વેની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યારે ડોક્ટરોએ પીડાથી રડતી બાળકીનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું તો તેમને કંઈક વિશેષ મળ્યું. આ પછી, સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ રિપોર્ટ દ્વારા પુષ્ટિ મળી છે કે, બાળકના પેટમાં ગર્ભ છે. ડો. આલોકચંદ્ર પ્રકાશની ટીમે શસ્ત્રક્રિયા કરી અને બાળકના પેટમાંથી ગર્ભ બહાર કાઢ્યો. બાળકી હવે સંપૂર્ણ સ્વસ્થ છે. તેને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.