મુંબઈ
બોલિવૂડના વિદેશી કાર્યક્રમોમાં પોતાની આગવી ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપડા ૭૪માં બાફ્ટા એવોર્ડ સેરેમનીનો ભાગ છે. તે ખૂબ જ ઓછા કલાકારોમાંની એક છે જેને આ એવોર્ડ શોના પ્રસ્તુતકર્તા બનવાની તક મળી. પ્રિયંકાએ તે સોશિયલ મીડિયા એકાઉન્ટથી તે એવોર્ડ ફંક્શનની જબરદસ્ત તસવીરો શેર કરી હતી. પ્રિયંકા ચોપડા અભિનયની સાથે ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં છે. પ્રિયંકાએ બ્રિટીશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સ માં પણ ખાસ ડ્રેસ પહેર્યો હતો.
જેની તસવીરો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. પ્રિયંકાએ આ ફંક્શનમાં ડિઝાઇનર રેડ જેકેટ પહેર્યું હતું. જેમાં તેણે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તેના જેકેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ ઇવેન્ટમાં તેની સાથે નિક પણ હતો. જે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. ઇવેન્ટના બીજા ભાગ માટે પ્રિયંકાએ બ્લેક આઉટફિટ ઉપરાંત મેન્ડરિન કોલર સાથે રેડ જેકેટ પહેર્યું હતું. જો તમે આ જેકેટ ખરીદવા માંગતા હો તો તેની કિંમત તમને આશ્ચર્યચકિત કરી શકે છે. તેની કિંમત ૩૯૧૫ યુરો છે. ભારતીય ચલણ માટે તમારે ૩,૫૨,૦૭૫ રૂપિયા ચૂકવવા પડશે.