બોલિવૂડના એક્ટર પુલકિત સમ્રાટે કબૂલ્યું છે કે કિર્તી ખરબંદા સાથે પડદા પરની તેની કેમેસ્ટ્રીનું રહસ્ય બંને વચ્ચેની ગાઢ મિત્રતા છે. મને લાગે છે કે અમે સૌથી સારા અને નજીકના મિત્રો છીએ તેથી જ સ્ક્રીન પર અમારી કેમેસ્ટ્રી અમને સહજતા પ્રદાન કરે છે. લોકડાઉનમાં અમને સારી પળો વીતાવવાનો સમય મળ્યો હતો. અમે એકબીજાને સારી રીતે ઓળખી શક્યા હતા.
પુલકિત અને કિર્તીએ વીરે કી વેડિંગ અને પાગલપંથીમાં સાથે કામ કર્યું હતું. હવે આ બંને કલાકારો નમ્બિયાકની આગામી ફિલ્મ તૈશમાં પણ સાથે આવી રહ્યા છે.પુલકિતે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી સિરિયલ સાથે તેની કરિયરનો પ્રારંભ કર્યો હતો. તે ફુકરે, જય હો, ડોલી કી ડોલી અને થ્રી સ્ટોરેજ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.