નાણામંત્રાલયનો ટેક્સપેયર્સ માટે ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ મળનાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવા પર વિચાર

નાણામંત્રાલયનો ટેક્સપેયર્સ માટે ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ મળનાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવા પર વિચાર

નવીદિલ્હી,તા.૨૫

સરકાર તરફથી બજેટની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. નવી સરકાર પૂર્ણ બજેટમાં સેલેરીડ અને મિડલ ક્લાસ પર ધ્યાન આપી રહી છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ તેને લઈને વિવિધ વર્ગ સાથે ચર્ચાં કરી રહ્યાં છે.

કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ હવે પૂર્ણ બજેટની તૈયારીઓ જાેર-શોરથી ચાલી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બજેટ રજૂ થતાં પહેલા અલગ-અલગ સેક્ટર તરફથી પોતાની માંગ કરવામાં આવી રહી છે. આ વખતે પણ નોકરી કરતા લોકો આવકવેરામાં રાહત માટે મોટી આશા રાખી રહ્યાં છે. નાણામંત્રાલય ટેક્સપેયર્સ માટે ન્યૂ ટેક્સ રિઝીમ હેઠળ મળનાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટ વધારવા પર વિચાર કરી રહ્યાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ઓલ્ડ ટેક્સ રિઝીમમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતી નથી.

એનડીએ સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેબિટલ ગેન મેકેનિઝ્‌મમાં કોઈ પ્રકારના મોટા ફેરફારની સંભાવના ઓછી છે. તેના પર ઇનકમ ટેક્સ વિભાગ રિવ્યૂ કરવાની માંગ કરી રહ્યો છે. બજેટને અંતિમ રૂપ આપવાની પ્રક્રિયા હજુ શરૂ થઈ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ જનતા સાથે ચર્ચા કરી રહ્યાં છે. અત્યારે મોટા ભાગની ચર્ચા નાણામંત્રાલયની અંદર થઈ રહી છે અને અલગ-અલગ મુદ્દે વિચાર કરવામાં આવી રહ્યો છે. કેટલાક મામલા પર અંતિમ ર્નિણય લેતા પહેલા નાણા મંત્રાલય સરકારના બીજા વિભાગો સાથે વાત કરશે. આ બધી વસ્તુ પર ર્નિણય પીએમઓ તરફથી મળનાર સૂચનને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.

ટીઓઆઈના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારના મોટા ભાગના વિભાગ ટેક્સપેયર્સ, ખાસ કરીને મિડલ ક્લાસને રાહત આપવાના પક્ષમાં છે. મિડલ ક્લાસ હંમેશા મોદી સરકારનો સમર્થક રહ્યો છે, પરંતુ હવે તે પોતાના ટેક્સના બદલે મળનાર હેલ્થ અને એજ્યુકેશન સુવિધાઓને લઈને સવાલ ઉઠાવી રહ્યો છે. વર્ષ ૨૦૨૩ના બજેટમાં નાણામંત્રી સીતારમણ તરફથી ન્યૂ ટેક્સ રિઝીમને બાય ડિફોલ્ટ કરી દેવામાં આવી. જાે તમે ઓલ્ડ ટેક્સ રિઝીમમાં જવા ઈચ્છો છો તો તમારે તે સિલેક્ટ કરવી પડશે.

અત્યારે ન્યૂ ટેક્સ રિઝીમમાં સેલેરીડ ક્લાસ અને પેન્શનર્સને ૫૦,૦૦૦ રૂપિયાના વધારાના ઘટાડાનો ફાયદો મળે છે. આ સિવાય જેની ટેક્સેબલ આવક ૭ લાખ રૂપિયાથી ઓછી છે, તેને કોઈ પ્રકારનો ટેક્સ આપવો પડતો નથી. આ ટેક્સ રિઝીમ હેઠળ જેની ટેક્સેબલ ઇનકમ ૩ લાખ રૂપિયાથી વધુ છે, તેણે ૫ ટકા ઇનકમ ટેક્સ આપવો પડે છે. ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા કેટલાક લોકોની માંગ છે કે ઉચ્ચ આવકવાળા માટે ટેક્સ સ્લેબને ઘટાડવામાં આવે, જેથી લોકો વધુ ખર્ચ કરી શકે. જાે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટને વધારે છે તો તેનો ફાયદો બધા પ્રકારના ટેક્સપેયર્સને મળશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution