આખરે રોંગ સાઈડમાં બસ ચલાવનાર એસટી ડ્રાઈવરને ફરજમુક્ત કરાયો

આણંદ, ખંભાત એસ.ડી.ડેપોના ડ્રાઈવરે મુસાફરોનો જીવ જાેખમમાં મૂકીને ૧૫ કિલો મીટર સુધી એસ.ટી. બસને રોંગ સાઈડે હંકારનાર ડ્રાઈવર સામે શિક્ષાત્મક પગલા રૂપે ડ્રાઈવર લાલભાઈ રામાભાઈ ભોઈને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી પર ઉતારી દઈ તેઓની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે. ખંભાત એસટી ડેપોના ડ્રાઈવર લાલભાઈ રામાભાઈ ભોઈ ખંભાત થી અંબાજીની એસટી બસને લઈને અંબાજી ગયા હતા અને અંબાજીથી પરત ખંભાત આવતા રોજના ક્રમ મુજબ ડ્રાઈવર પ્રાંતિજ પાસે એક હોટલ ઉપર સ્ટોપેજ આપવાનું ભૂલી જતા ૧૫ કિલોમીટર સુધી એસટી બસને રોંગ સાઈડે દોડાવીને હોટલ પર પહોંચતા મુસાફરોને સમય વેડફાયો હતો અને રોગ સાઈડ ૧૫ કિમી સુધી હંકારતા મુસાફરોનો જીવ જાેખમાયો હતો. જે અંગે એસટી બસના મુસાફરોએ વિરોધ કર્યો હતો ત્યારે ડ્રાઈવરે જવાબ આપ્યો કે ‘હોટેલ ઉપર બસ ઉભી રાખવા બદલ રૂપિયા ૨૦૦ નું ટોકન મળે છે’ આ ચોકાવનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો. એસટી ડેપો ની બસ અંબાજી પરત ખંભાત તરફ આવી રહી હતી ત્યારે ડ્રાઈવરને યાદ આવ્યું કે ૧૫ કિલોમીટર પહેલા પ્રાંતિજ પાસેની હોટલ આગમન પાસે એસટી બસને ઉભી રાખવાનું ભૂલી ગયો છે. જેના કારણે લોકોના જીવની પરવા કર્યા વિના તે હોટેલ સુધી જવા માટે બસને ૧૫ કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવી મુસાફરોનો જીવ જાેખમમાં મુક્યો હતો. આ અંગે બસના મુસાફરોએ વિરોધ કર્યો ત્યારે પહેલા તો ડ્રાઈવર-કન્ડક્ટરે ઉદ્‌ઘત જવાબ આપ્યા હતાં. આખરે લોકોનો ગુસ્સો જાેઈને તેમણે એમ કહ્યું કે, ‘આ હોટેલ ઉપર અમારે બસ ઉભી રાખવી-ફરજીયાત છે કેમ કે, ત્યાં બસ ઉભી-રાખવા માટે રૂપિયા ૨૦૦ નુું ટોકન મળે છે’ મુસાફરોએ જ્યારે ફરીયાદ પોથી-માંગી તો ડ્રાઈવર કન્ડક્ટરે ગલ્લાં-તલ્લાં કર્યા હતાં ખાસ્સી રકઝક બાદ આ ફરીયાદ પોથી તેમણે આપી હતી. મુસાફરોએ આ બાબતની જાણ ખંભાત એસ.ટી. ડેપો મેનેજરને પણ કરી હતી. જે અંગે ડેપો મેનેજર ધર્મન્દ્રસિંહ મહિડાએ રોગ સાઈડ એસટી બસની હંકારીને મુસાફરોની જીવ જાેખમમાં મૂકનાર ડ્રાઈવર લાલભાઈ રામાભાઈ ભોઈની તાત્કાલિક અસરથી ફરજ મોકુફી ઉપર ઉતારી દઈ તેઓ સામે ચાર્જશીટ કરી ખાતાકીય તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution