મ્યુકરમાયકોસીસ સામે લડવા સરકાર સજ્જ: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આપી આ માહિતી

દિલ્હી-

કોરોનાની હજુ બીજી લહેર સમી નથી ત્યાં આ ફૂગજન્ય રોગએ સ્થાનિક તંત્ર સહિત સરકારની ચિંતા વધારી દીધી છે. ત્યારે કોરોના કેસ વધતાં સારવાર માટે રેમડેસીવીર ઈંજેકશનોની માંગ વધી હતી તો હવે મ્યુકરમાયકોસિસના ઈંજેકશનોની માંગ વધી છે.


મ્યુકરમાયકોસીસની સારવારમાં વપરાતા લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની ઈન્જેક્શનોની માંગ સંતોષવા સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગે કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન પણ વધારી દેવાયું છે. વધુ ને વધુ ડોઝ ઝડપી રીતે જરૂરીયાતમંદ હોસ્પિટલોને ફાળવવામાં આવે તે માટે સરકાર કટિબદ્ધ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજરોજ ટ્વિટ કરીને મ્યુકરમાયકોસિસના ઈંજેકશનોના ડોઝ વિશે માહતી આપતા કહ્યું છે કે, 'જૂન -21ના ​​પ્રથમ 9 દિવસની અંદર જ ભારત સરકારે લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીના 3,21,100 ડોઝ રાજ્યોને ફાળવી દીધા છે. હાલની માંગને પહોંચી વળવા સરકાર લિપોસોમલ અને કન્વેન્શનલ એમ્ફોટોરિસિન-બી'ના આયાત અને ઉત્પાદન પર સતત કામ કરી રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution