મુંબઇ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે રાજ્યમાં 15 દિવસનું કર્ફ્યૂ જાહેર કર્યું હતું, જેના પગલે ફિલ્મો, ટીવી સીરિયલો તેમજ એડ ફિલ્મનું શૂટિંગ નહીં થાય. આ પ્રતિબંધો 14 એપ્રિલથી સમગ્ર મહારાષ્ટ્રમાં રાતે 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. રાજ્યમાં જે રીતે કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને જોતા જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યને રાતે 8.15 કલાકે રાજ્યના લોકોને સંબોધન કર્યું હતું અને રાજ્યમાં કલમ 144 લાગુ કરતાં પ્રતિબંધો લગાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ઈમરજન્સસી વગર કોઈ પણ ઘર બહાર પગ મૂકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ્યારે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે પણ સીરિયલોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ લોકડાઉન હટાવાતા ફરીથી શૂટિંગ શરું કરાયું હતું. લોકડાઉન પહેલા જે સીરિયલો સારી ચાલતી હતી, તે લોકડાઉન બાદ ટીઆરપી ચાર્ટમાં સાવ તળીયે બેસી ગઈ હતી. કેટલીક સીરિયલોને તો બંધ કરવાનો વારો આવ્યો હતો.