મુંબઇ
માધુરી દીક્ષિત અને શેખર સુમન સ્ટારર 'માનવ હત્યા' (1986) જેવી ફિલ્મોના મેકર અને ડિરેક્ટર સુદર્શન રતનનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, તે કોરોના સામે લડી રહ્યા હતા અને ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. શેખર કપૂરે શુક્રવારે રાત્રે તેના ટ્વીટમાં રતનના નિધનની જાણકારી આપી.
સુમને ટ્વીટમાં લખ્યું છે, 'કોરોનાને કારણે મેં મારા મિત્રોમાંના એક સુદર્શન રતનને ખોઈ દીધા. તેમણે માધુરી દીક્ષિત સાથે મારી બીજી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેઓ ખરાબ દિવસો સામે હારી ગયા. ગરીબ હતા પણ ઈમાનદાર હતા. અમે કોન્ટેક્ટમાં હતા. અમે એકબીજાને કોલ કરતા હતા અને ઘણીવાર ઘરે મળતા હતા. તારી ઘણી યાદ આવશે મિત્ર. ભગવાન આત્માને શાંતિ આપે.'