કોઈપણ ફિલ્મમાં એક્શન સીન હોય એટલે એ ફિલ્મને ચાહનારો એક અલગ વર્ગ હોય છે. એક્શન સીન શૂટ કરવા એટલા જ ખર્ચાળ, જાેખમી અને ભલભલા કલાકારના પરસેવા છોડાવી દે એવા હોય છે. રીયાલિટીથી નજીક જવા ફિલ્મનિર્માતા તથા કલાકારો શક્ય એટલા તમામ પ્રયાસો કરે છે. ફિલ્મસેટ પર હકિકતમાં માર પડી હોય અને નુકસાન વેઠવું પડ્યું હોય એવા અનેક કિસ્સાઓ છે. બોલિવૂડની જેટલી પણ એક્શનથી ભરપૂર ફિલ્મો છે એમાં સામાન્ય છે એગ્રેશન, ઝનૂન અને વિલનને હંફાવી દેનારા સીન. હવે જૂની ફિલ્મોથી લઈને આજની લેટેસ્ટ રીલિઝ સુધીની ફિલ્મોમાં જુઓ ફાઈટસીનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. ખાસ કરીને ગનથી ફાયર કરવાના અવાજ. વૉરની ફિલ્મોમાં આબેહુબ જે તે વેપન જેવો જ અવાજ કાઢવો કઠિન છે. જાેકે, એડિટીંગ અને મિક્સિંગના અઢળક ઢગલામાંથી એ પણ જડી ગયું છે પણ ક્યારેક એમાં ફીલ ખૂટતી હોય છે.
ફિલ્મમાં કોઈ રિવોલ્વરનો સીન આવે અને તે વિલનથી નજીક હોય ત્યારે હીરો વિશે ચિંતા થવી સ્વાભાવિક બને છે. 'ઉરી’ અને 'જવાન’ જેવી ફિલ્મોમાં રીયલ જેવા દેખાતા શસ્ત્રો ખરા અર્થમાં અસલ હોતા નથી એ સૌ કોઈ જાણે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, ડ્રેસિંગ, મેકઅપ, લાઈટ, સેટની સાથે આવા વેપન્સ પણ ભાડે લેવામાં આવે છે. આવા શસ્ત્રનો કારોબાર મોટો અને મજબૂત છે. એ વાત જુદી છે કે, ઘણી ફિલ્મોમાં ઓરિજિનલ વેપન્સનો ઉપયોગ કરાયો છે. જેમાં ફાયરિંગનો અવાજ ડબ કરાયો હોય છે. બાકી એને લોડ કરવાની અને ફાયર કરવાની ટેકનિક સરખી જ હોય છે. 'ફાઈટર’ જેવી ફિલ્મમાં તો ગન, રીવોલ્વર, આર્ટિલરી, ટેન્ક, ગ્રેનેડ, મેગઝિન જેવી તમામ વસ્તુનો ઉપયોગ થયો છે. હા, એ વાત સાચી છે કે, હવેની ફિલ્મોમાં જે બ્લાસ્ટ થાય છે એ રીયલ હોય છે. 'સૂર્યવંશી’ના ક્લાઈમેક્સ સીનમાં જે કાર બ્લાસ્ટ થાય છે એ રીયલ હતો.
દાયકા પહેલા જે ફિલ્મો થતી એમાં ઈફેક્ટ નાખવા માટે પરસેવા આવી જતા. હવે આ વીએફએક્સની મદદથી સરળ બન્યું. આ તમામ વસ્તુઓ એડિટીંગ ટેબલ પર થાય છે. 'એક થા ટાઈગર’નો હાઈવે પર ફાયરિંગ સીન યાદ કરો. માત્ર દ્ઘકવોલ્વર હાથમાં રાખીને જ સીન દેવાનો હોય છે ત્યાં. 'ટાઈગર ઝિંદા હૈ’માં ક્લાઈમેક્સ વખતે સલમાન જે ગનમાંથી ધડાધડ ૨૦૦ રાઉન્ડ ફાયર કરે છે એ સીનમાં પણ વીએફએક્સની કમાલ છે. 'બોર્ડર-૨’ આવવાની છે એવા એંધાણ છે. આ માહોલ વચ્ચે એ પણ હકીકત જાણી લો કે, 'બોર્ડર’ ફિલ્મમાં જે ટેન્કનો ઉપયોગ થયો છે એ ઓરિજીનલ ટેન્ક હતી. 'ગદર-૨’માં પણ જે ટેન્કનો ઉપયોગ કરાયો હતો એ માટે શ્રેય આપવો પડે યુપી પોલીસને. જે ટીમે ફિલ્મને મદદ કરી અને વોરટેન્ક આપી હતી. સામાન્ય રીતે વૉરની કોઈ પણ ફિલ્મમાં ડીફેન્સની એ ટેન્કનો ઉપયોગ કરવામાં આવે છે જે સર્વિસમાં હોતી નથી. બસ ચાલું કંડીશનમાં હોય છે.
સૌ કોઈ જાણે છે કે, ગનશોટ એ વીએફએક્સની દેન છે. અગાઉ આ સીન વખતે ફટાકડા ફોડવામાં આવતા હતા. 'એનિમલ’ ફિલ્મનો ચેઈનગનવાળો સિન તો ભૂલી શકાય એમ નથી. આ ખરેખર એક ડીઝાઈન કરેલી રીયલગન છે. બસ ફૂટતી નથી. ઓરિજીનલ જેવા દેખાતા ફેક હથિયાર રમકડાના નથી હોતા. તેના પ્રો મોડલ ચીન, સર્બિયા જેવા દેશમાંથી કાયદેસરના ઓર્ડર સાથે મંગાવવા પડે છે. એરસોફ્ટ ઈન્ડિયા નામની કંપની આ હથિયાર જે તે ફિલ્મોને આપે છે. જેની સામે તે ભાડું વસૂલે છે. સાઈઝ પરથી ભાડું નક્કી થાય છે. ફિલ્મોમાં આ પ્રકારની જે ફાઈટ સંબંધી વસ્તુ વપરાય છે એને પ્રોપર્ટી કહેવાય છે. મહેન્દ્ર બિષ્ટ, ગોવિંદ ભન્ના આ બે વ્યક્તિનું નામ બોલિવૂડમાં સૌ કોઈ જાણે છે. જે પ્રોડક્શન મેનેજર છે. આ બે ભાઈઓ પાસે દુનિયાભરની જાણીતી ડિફેન્સ વિંગના આબેહૂબ હથિયારો છે. 'ટાઈગર’, 'પઠાણ’ અને 'વૉર’ જેવી ફિલ્મોમાં બંનેએ પડદા પાછળ મસ્ત કામ કર્યું છે. એક ચોખવટ કે, શૂટિંગ દરમિયાન કોઈ હથિયાર ખરાબ થઈ જાય કે, તૂટી જાય તો એની ભાડા ઉપરાંત રકમ દેવાની હોય છે. સમય અને દિવસના હિસાબથી ભાડું વસુલાય છે. હા, એને ઑપરેટ કરો એટલે વાસ્તવમાં હોય એવી જ ફીલ આવે. હથોડો, કુહાડી અને ધારદાર છરી જેવા શસ્ત્રો સામાન્ય છે. હવે મુઠ્ઠીમાં સમાય જાય એવી છરીનો ટ્રેન્ડ છે. રામપુરી ચાકુંનો નહીં.
આઉટ ઓફ ધ બોક્સ
'ટાઈગર ઝિન્દા હૈ’ની સ્ટોરી હકિકતથી પ્રેરીત છે પણ ઘટનાની બેઠી કોપી નથી. જે આતંકી સંગઠન ફિલ્મોમાં બતાવાયું છે એ અસલમાં ૈંજીૈંજી હતું. ૪૬ નર્સ ભારત પરત ફરી હતી. જે તમામ કેરળ રાજ્યની હતી.