સોપારી કીલર વિનોદ લુહારને ઉઠાવી લેતા સર્જાયો ફિલ્મી ઘટનાક્રમ, જાણો સમગ્ર ઘટના

મોડાસા-

બાયડના વિજયગીરી ભુરગીરી ગોસ્વામીએ ગૃહ કંકાસમાં પત્ની પારૂલની હત્યા કરવા અમદાવાદના વિનોદ ફોગતભાઈ લુહારને સોપારી આપી હોવાથી તેના સાગરીતોએ તીક્ષ્‍ણ હથિયાર વડે પારૂલબેનને રહેંશી નાખવા હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસ ચોકી ઉઠી હતી હત્યાની સોપારી લેનાર અમદાવાદના સાબરમતી વિસ્તારના જવાહર ચોક નજીક રહેતા વિનોદ ફોગતભાઈ લુહારને ઝડપી પાડવા અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ચક્રો ગતિમાન કરી પગેરું મેળવ્યું હતું સાબરમતી જવાહર ચોક નજીક રહેણાંક વિસ્તારમાં વીનોદ લુહાર રહેતો હોવાની માહિતી પ્રાપ્ત થતા એલસીબી પોલીસે ખાનગી કારમાં વોચ ગોઠવી હતી વિનોદ લુહાર પોતાના ઘરેથી બહાર નિકળ્યો અને ખાનગી ગાડીમાં રહેલી એલસીબી પોલીસે દબોચી લઈ કાર ભગાવી મુકતા યુવકનું અપહરણ થયાનું સમજી બુમાબુમ કરતા પરિવારજનો અને પોલીસ દોડી આવી હતી.

પોલીસે અપહરણ થયેલ યુવકનો છુટકારો કરાવવા દોડતી થઈ હતી અને અન્ય જીલ્લા પોલીસને પણ એલર્ટ કરી હતી ત્યારે અરવલ્લી એલસીબી પોલીસે ધરપકડ કરી હોવાનું બહાર આવતા અમદાવાદ પોલીસ અને પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો એલસીબી પોલીસે સ્થાનિક પોલીસ કે પછી પરિવાજનોને પણ હકીકતથી વાકેફ ન કરતા ફીલ્મી ઘટનાક્રમ સર્જાયો હતો વિનોદ લુહારનું અપહરણ થયું હોવાનો મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી.

સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહરચોક નજીક લટાર મારી રહેલા ૨૨ વર્ષીય યુવક વિનોદ લુહારનુ કારમાં આવેલા કેટલાક શખ્શો અપહરણ કરી ફરાર થઈ ગયા હોવાનો મેસેજ સ્થાનીક પોલીસને મળતા અમદાવાદ શહેર પોલીસ દોડતી થઈ હતી. સોપારી કીલર વિનોદ લુહાર તેને લીધેલ બાયડના પારૂલબેનની સોપારીનો પર્દાફાશ થઇ ગયો હોવાની વાત થી અજાણ વિનોદ લુહાર તેના ઘરેની બહાર બિન્દાસ્ત લટાર મારવા નિકળ્યો હતો અને ખાનગી ગાડીમાં આવેલા લોકોએ તેનુ અપહરણ કરી ફરાર થઈ ગયાની પોલીસને જાણ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીઓની તપાસમા અન્ય જિલ્લા ની પોલીસ પણ જોતરાઈ હતી. દરમ્યાનમાં પોલીસે તપાસ કરતા વિનોદને અન્ય કોઈ નહિં પરંતુ અરવલ્લી એલસીબી પોલીસે હત્યાના પ્રયાસના ગુન્હામાં ઉઠાવી લીધો હતો જોકે આ ધરપકડ અંગે સ્થાનિક પોલીસ કે પરિવારને જાણ ન કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution