સમયસર itr ભરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારો થાય


નવીદિલ્હી,તા.૪

ઇન્કમ ટેક્સ રિટર્ન હવે ઓનલાઇન પણ ફાઈલ કરી શકાય છે. આ માટે તમારે ૈં્‌ની ઇ ફાઈલિંગ વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરવું.ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. લોકોએ એન્ડ ટાઈમ પર રિટર્ન ભરતા બચવું જાેઈએ. દર વખતની જેમ આ વર્ષે પણ ૈં્‌ઇ ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. હવે આ પ્રક્રિયા ઓનલાઇન કરી દીધી હોવાથી લોકોને ૈં્‌ઇ ભરવું સરળ રહે છે. ૈં્‌ઇ ભરવાથી અનેક ફાયદા પણ થાય છે. જેથી આજે ૈં્‌ઇ ભરવાના ફાયદા જણાવીશું.

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમે કાનૂની કાર્યવાહીથી બચી શકો છો. જાે તમે ૈં્‌ઇ નથી ભરતા તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. જેલ કે દંડ પણ થઈ શકે છે. જાે તમે સમયસર ૈં્‌ઇ ફાઈલ કરો છે તો તમને વિદેશ જવા માટે વીઝા મળવામાં સરળતા રહે છે.ૈં્‌ઇ ભરવાથી તમારી આવક ખબર પડે છે, જેથી વીઝા મળવાની શક્યતા વધી જાય છે.તમે જ્યારે બેંકમાં લોન લેવા જાઓ ત્યારે પણ ૈં્‌ઇની વીગત માંગવામાં આવે છે.

જે લોકો ૈં્‌ઇ ફાઈલ કરે છે તેમનો જાે એક વર્ષમાં ગ્રો થયો હોય તો બીજા નાણાકીય વર્ષમાં તેને ઘટાડીને રજૂ કરવાનો મોકો મળે છે. તેનાથી ટેક્સ ઘટી જાય છે. આ સિવાય જે કંપની ૈં્‌ઇ નથી ભરતી તેને ઇન્કમ ટેક્સ વિભાગ દંડ ફટકારે છે. જાે તમારે દંડથી બચવું હોય તો ૈં્‌ઇ સમયસર ભરી દેવો જાેઈએ.સમયસર ૈં્‌ઇ ભરવાથી તમારી ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારો થાય છે. લોન આપવાવાળી બેંક પણ તે ચેક કરતી હોય છે કે તમે કોઈ ટેક્સ ભર્યો છે કે નહીં. જાે તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો ઓછા વ્યાજે લોન મળી શકે છે. આ સિવાય સરકારી ટેન્ડર લેવા માટે પણ ૈં્‌ઇ ભરવું જરૂરી છે. સરકારી વિભાગ તે વસ્તુ જાેવે છે કે આ કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે, કંપની ટેક્સ સંબંધિત નિયમોનુ પાલન કરે છે કે નહીં.

વધારે ટેક્સ કપાઈ જવાના કારણે કે એડવાન્સ ટેક્સ જમાં થવા પર રિફંડ મળે છે. પરંતુ આ રિફંડ માટે ૈં્‌ઇ ભરવું જરૂરી છે.ૈં્‌ઇને તમારી આર્થિક સ્થિતિનો રિપોર્ટ ગણવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તમે તેને પ્રમાણપત્ર તરીકે પણ રજૂ કરી શકો છો. તેને રજૂ કરી આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ માટે અરજી પણ કરી શકાય છે.અમુક રોકાણ માટે ટેક્સમાં રાહત મળે છે. જાે તમે આવી કોઈ યોજનામાં પૈસા રોકો છો તો તમારો ટેક્સ ઘટી જાય છે. , જમાં કરેલ ્‌ડ્ઢજીમાં રાહત મળે છે. જેનો દાવો તમે ૈં્‌ઇ ભરતા સમયે કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, ૈં્‌ઇ ભરવાથી તમારી આર્થિક સ્થિતિ જાણવા મળે છે. તેનાથી તમારી કમાણી, ખર્ચ અને રોકાણની સમીક્ષા કરી શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution